મહેંદીનો હજી નથી ઉતર્યો રંગ, મામી શ્રીદેવીના નિધન બાદ પરિવારને મળી ભાણેજવહુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું દુબઈમાં 24 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11થી 11.30ની વચ્ચે નિધન થયું છે. શ્રીદેવી પોતાના ભાણીયા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા માટે પતિ તથા દીકરી ખુશી સાથે ગઈ હતી. મોહિત મારવાહ પત્ની અંતરા મોતીવાલા સાથે 26 ફેબ્રુઆરીના રોજ અનિલ કપૂરના ઘરે પરિવારને સાંત્વના પાઠવવા આવ્યો હતો. અંતરાના હાથમાંથી હજી મહેંદી પણ ઉતરી નથી. 


મોહિત આવ્યો નવી નવેલી દુલ્હન સાથેઃ
મોહિત મારવાહ પોતાની પત્ની અંતરા મોતીવાલા સાથે અનિલ કપૂરના ઘરે આવ્યો હતો અને બોની કપૂરની બંને દીકરીઓ જાહન્વી તથા ખુશીને સાંત્વના પાઠવી હતી. અંતરા મોતીવાલાના હાથમાંથી હજી મહેંદી પણ ઉતરી નહોતી.


આ સેલેબ્સ આવ્યા અનિલ કપૂરના ઘરેઃ
શ્રીદેવીના નિધનના સમાચાર સાંભળ્યા બાદ બોલિવૂડમાં ઘેરો આઘાત લાગ્યો છે. બોલિવૂડ સેલેબ્સ અનિલ કપૂરના શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, રણવિર સિંહ, શેખર કપૂર, અનંત અંબાણી, દિવ્યા દત્તા, સારા અલી ખાન સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. 


પરિવાર હતો લગ્નના મૂડમાં:
20 ફેબ્રુઆરીના રોજ મોહિત મારવાહના લગ્ન હતાં. કપૂર પરિવાર માટે આ ખુશીનો પ્રસંગ હતો. આ લગ્નમાં બોલિવૂડ સેલેબ્સ જેવા કે કરિશ્મા કપૂર, અભિષેક બચ્ચન, જયા બચ્ચન સહિતના સેલેબ્સ સામેલ થયા હતાં. લગ્ન બાદ પરિવારના મોટા ભાગના સભ્યો 21 ફેબ્રુઆરી ભારત પરત આવી ગયા હતાં. શ્રીદેવી ત્યાં રોકાઈ હતી. જોકે, ત્યાં આ અઘટિત ઘટના બની ગઈ હતી.


(જુઓ, અનિલ કપૂરના ઘરે બોલિવૂડ સેલેબ્સ.....)

અન્ય સમાચારો પણ છે...