Home » Bollywood » Bollywood News » Bollywood Buzz » biography Notes of a Dream: The Authorized Biography of AR Rahman launched few days ago

હિંદુમાંથી મુસ્લિમ બનેલા એ આર રહમાને કહ્યું, ''ઈસ્લામે મને રસ્તો ભટકી જતાં અટકાવ્યો''

Divyabhaskar.com | Updated - Nov 08, 2018, 04:14 PM

ઈસ્લામ પર મારો અતૂટ વિશ્વાસ, નમાઝ હંમેશા મને ખોટું કામ કરતાં રોકે છેઃ એ આર રહમાન

 • biography Notes of a Dream: The Authorized Biography of AR Rahman launched few days ago

  મુંબઈઃ ઓસ્કાર વિનર સંગીતકાર એ આર રહમાને પોતાના જીવનમાં અત્યાર સુધી જે પણ હાંસિલ કર્યું છે, તેનું શ્રેય ઈસ્લામને આપ્યું છે. પોતાની બાયોગ્રાફી 'નોટ્સ ઓફ અ ડ્રિમઃ ધ ઓથોરાઈઝ્ડ બાયોગ્રાફી ઓફ એ આર રહમાન'ની લોન્ચિંગ ઈવેન્ટ પર રહમાને કહ્યું હતું, ''જ્યારે લોકો મને ધર્માંતરણ અંગે સવાલ કરે ત્યારે હું એમ જ કહું છું કે આ ધર્મ પરિવર્તન નથી પરંતુ તમને એક એવી વસ્તુ મળે છે, જેના તરફ તમે આકર્ષાવ છો. મારા ધર્મ ગુરૂઓએ મને તથા મારી માતાને એક એવી વસ્તુઆપી, જે અમારા માટે ખાસ છે. આ વિશ્વાસ હતો, જેને અમે અપનાવ્યો અને આજે પણ તેની સાથે ઉભા છીએ.''


  નમાઝ ક્યારેય ખોટું નહીં કરવા દેઃ
  એ આર રહમાને આગળ કહ્યું હતું, ''ઈસ્લામ પર મારો અતૂટ વિશ્વાસ છે અને તેણે જ મને હંમેશા આગળ વધવામાં મદદ કરી છે. આ જ વિશ્વાસે મને અનેક મુસીબતોમાંથી બચાવ્યો છે. કારણ કે હું જ્યારે પણ અલ્લાહની ઈબાદત કરતો ત્યારે એ જ વિચાર કરતો કે હું અલ્લાહને યાદ કરું છું અને તેથી જ હું કોઈ પણ પ્રકારની ભૂલ કરી શકું નહીં. આથી જ મને હંમેશા લાગતું કે હવે સાંજની નમાઝ અદા કરવાની છે તો હું કંઈ ખોટું કરીશ નહીં. આ જ રીતે ઈસ્લામની પાંચ વખતની નમાઝે મને યોગ્ય રસ્તા પર ચાલવામાં મદદ કરી છે.'' નોંધનીય છે કે એ આર રહમાનની બાયોગ્રાફીને કૃષ્ણા ત્રિલોકે લખી છે. જેમાં રહમાનો પોતાના મુશ્કેલ દિવસો તથા અન્ય ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.


  25 વર્ષ સુધી આત્મહત્યા અંગે વિચારતો હતો...
  રહમાને કહ્યું હતું, ''25 વર્ષ સુધી મને આત્મહત્યાના વિચારો આવતા હતાં. આપણામાંથી મોટા ભાગના લોકોને લાગે છે કે આ કરવું યોગ્ય નથઈ. મારા પિતાનું અવસાન થઈ ગયું હતું અને હું એકલો પડી ગયો હતો. જોકે, આ બધી બાબતોએ મને વધુ મજબૂત બનાવ્યો હતો. આમ પણ મોત નિશ્ચિત છે. જે પણ વસ્તુ બની છે, તેનો અંતિમ સમય પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યો છે. તો પછી મોતથી શા માટે ડરવું.''


  આ કારણે હિંદુમાથી મુસ્લિમ બન્યા રહમાનઃ
  પિતાના નિધન બાદ કટ્ટરપંથીઓએ એ આર રહમાનને હેરાન કરવાની શરૂઆત કરી હતી, જેને કારણે તે ઉદાસ રહેતા હતાં. 1989માં રહમાનની નાની બહેન ગંભીર રીતે બીમાર પડી હતી. તમામ ડોક્ટર્સે હાથ ઊંચા કરી દીધા હતાં. રહમાને બહેન માટે મસ્જિદમાં જઈને દુઆ માંગી હતી અને તે પૂરી રીતે ઠીક થઈ ગઈ હતી. આ ચમત્કાર બાદ રહમાને ઈસ્લામ કૂબૂલ કર્યો હતો.


  જ્યોતિષના કહેવાથી બદલ્યું નામઃ
  બીજી તરફ રહમાનની બાયોગ્રાફી 'ધ સ્પિરિટ ઓફ મ્યૂઝિક'માં એમ કહેવામાં આવ્યું છે કે જ્યોતિષના કહેવા પર તેમણે નામ બદલ્યું હતું. એક ઈન્ટરવ્યૂમાં રહમાને કહ્યું હતું કે જ્યારે તેની માતા તેની બહેનની કુંડળી બતાવવા જ્યોતિષ પાસે ગઈ ત્યારે જ્યોતિષે નામ બદલવાની સલાહ આપી હતી. આથી જ દિલીપ કુમારની જગ્યાએ એ આર રહમાન નામ રાખવામાં આવ્યું હતું. એ. આર એટલા માટે કે તેની માતા ઈચ્છતી હતી કે તેમાં અલ્લા રખ્ખા પણ હોય. ઉલ્લેખનીય છે કે રહમાનને ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનર'ને બે ઓસ્કાર એવોર્ડ મળ્યાં હતાં. બે ગ્રેમી એવોર્ડ્સ જીતનાર રહમાન પહેલાં ભારતીય ઈન્ડિયન કમ્પોઝર છે. આ સિવાય બાફ્ટા એવોર્ડ, એક ગોલ્ડન એવોર્ડ, 4 નેશનલ ફિલ્મ એવોર્ડ તથા 15 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે.

  સતત બીજા વર્ષે અમિતાભ બચ્ચને ના આપી દિવાળી પાર્ટી, માત્ર લક્ષ્મી પૂજા કરી

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ