તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદીના ચૌથામાં સૌ પહેલાં આવી પૌત્રી કરિના કપૂર, અમિતાભથી લઈને આવ્યા અનેક બોલિવૂડ સેલેબ્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી, કરિના, અમિતાભ, રેખા - Divya Bhaskar
ડાબેથી, કરિના, અમિતાભ, રેખા

મુંબઈઃ કપૂર પરિવારની મોભી કૃષ્ણા રાજ કપૂરનું પ્રેયરમીટ(ચૌથા) ગુરૂવાર(ચાર ઓક્ટોબર)ના રોજ યોજવામાં આવી હતી. પ્રેયરમીટમાં સૌ પહેલાં કરિના કપૂર પતિ સૈફ તથા બહેન કરિશ્મા સાથે આવી હતી. આ સાથે જ કપૂર પરિવારના સભ્યો રાજીવ કપૂર, બબિતા, રણધિર કપૂર, કુનાલ કપૂર, આદિત્ય કપૂર, કંચન, રિદ્ધિમા સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. આ સિવાય અમિતાભ બચ્ચન, શ્વેતા બચ્ચન, આશા ભોસલે, સોહેલ ખાન, ભાવના પાંડે, સંજય કપૂર સહિતના સેલેબ્સ આવ્યા હતાં.


ના આવ્યો રીષિનો પરિવારઃ
રીષિ કપૂર હાલમાં ન્યૂયોર્કમાં ટ્રિટમેન્ટ માટે ગયો છે. રીષિ કપૂર પત્ની નીતુ સિંહ તથા દીકરા રણબિર કપૂર સાથે અમેરિકા ગયો છે. ચાર ઓક્ટોબરના રોજ ન્યૂયોર્કની હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવાના છે. આથી જ કૃષ્ણા રાજ કપૂરની અંતિમ યાત્રામાં પણ સામેલ થયા નહોતાં.


પહેલી ઓક્ટોબરના રોજ નિધનઃ
પહેલી ઓક્ટોબરના રોજ કૃષ્ણા રાજ કપૂરનું કાર્ડિયાક એરેસ્ટથી સવારના ચાર વાગે નિધન થયું હતું. તેમની અંતિમ યાત્રા બોલિવૂડના અનેક સેલેબ્સ હાજર રહ્યાં હતાં.  સ્મશાનમાં કરિના કપૂર પિતા રણધિર કપૂર સાથે આવી હતી. આ સિવાય સંજય કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, સૈફ અલી ખાન, રિદ્ધિમા કપૂર-ભરત સાહની, અથિયા શેટ્ટી, કરન જોહર, આલિયા ભટ્ટ, આમિર ખાન,સલીમ ખાન, અનિલ અંબાણી, બોની કપૂર, અનિલ કપૂર, રાની મુખર્જી, સંજય કપૂર-મહિપ કપૂર સહિતના સેલેબ્સે ભીની આંખે અંતિમ વિદાય આપી હતી.

 

માતાના નિધનથી ભાંગી પડ્યો હતો દીકરો રણધિર કપૂર, દીકરી કરિનાએ સતત આપ્યો સધિયારો