ક્રિષ્ના રાજ કપૂરના ઈલેક્ટ્રિક સ્મશાનમાં અંતિમ સંસ્કાર, રડતી આંખે કપૂર પરિવારે આપી અંતિમ વિદાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનિલ અંબાણી કાંધ આપતો, રણધિર કપૂર દોણી પકડતો - Divya Bhaskar
અનિલ અંબાણી કાંધ આપતો, રણધિર કપૂર દોણી પકડતો

મુંબઈઃ બોલિવૂડ શો-મેન રાજ કપૂરના પત્ની ક્રિષ્ના રાજ કપૂરનું 87 વર્ષની વયે પહેલી ઓક્ટોબરના રોજ કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 5.30 વાગ્યાની આસપાસ ચેમ્બુરના ઈલેક્ટ્રિક સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં. ક્રિષ્ના રાજકપૂરની અર્થીને દીકરા રાજીવ કપૂર, બિઝનેસમેન અનિલ અંબાણી, જમાઈ મનોજ જૈન, ભાણીયા આધાર-અરમાન જૈન તથા ભાણેજ જમાઈ ભરત સાહનીએ કાંધ આપી હતી. જ્યારે મોટા પુત્ર રણધિર કપૂરે દોણી પકડી હતી. ક્રિષ્ના રાજકપૂરનો પાર્થિવ દેહ એમ્બ્યૂલન્સમાં લઈ જવામાં આવ્યો હતો.


અંતિમ યાત્રામાં આવ્યા આ સેલેબ્સઃ
સ્મશાનમાં કરિના કપૂર પિતા રણધિર કપૂર સાથે આવી હતી. આ સિવાય સંજય કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, સૈફ અલી ખાન, રિદ્ધિમા કપૂર-ભરત સાહની, અથિયા શેટ્ટી, કરન જોહર, આલિયા ભટ્ટ, આમિર ખાન,સલીમ ખાન, અનિલ અંબાણી, બોની કપૂર, અનિલ કપૂર, રાની મુખર્જી, સંજય કપૂર-મહિપ કપૂર સહિતના સેલેબ્સે ભીની આંખે અંતિમ વિદાય આપી હતી.


આ સેલેબ્સે કર્યાં હતાં અંતિમ દર્શનઃ
ક્રિશ્ના રાજ કપૂરના નિધનના સમાચાર મળતા જ બોલિવૂડ સેલેબ્સ ક્રિશ્ના બંગલો ખાતે આવી ગયા હતાં. જેમાં રાની મુખર્જી, કાજોલ પિતા શોમુ મુખર્જી, સંજય દત્ત-માન્યતા દત્ત, પ્રિયા દત્ત, તબ્બુ, અયાન મુખર્જી, આલિયા ભટ્ટ, કરન જોહર, સંજય-મહિપ કપૂર, અનિલ-સુનિતા કપૂર, સોનમ કપૂર, વરૂણ ધવન, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન, ડિમ્પલ કપાડિયા, ટીના અંબાણી, અનુ દિવાન, ફરાહ ખાન, આમિર ખાન-કિરણ રાવ, પ્રેમ ચોપરા, રાકેશ રોશન-જીતેન્દ્ર, રઝા મુરાદ, મુકેશ અંબાણીનો દીકરો આકાશ અંબાણી, સલમાન ખાનની માતા સલમા, શર્મિલા ટાગોર સહિતના સેલેબ્સ આવ્યા હતાં.

 

કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે નિધન, રણબિર કપૂર ના કરી શક્યો દાદાના અંતિમ દર્શન