સરકારી બંગલામાં થયા હતા શો-મેન રાજ કપૂરના લગ્ન, સસરા હતાં IG

ડાબેથી(ઉપર) રાજકપૂર-ક્રિષ્ના, (નીચે)શ્લોકા-આકાશની સગાઈમાં રણબિર, અરમાન-આધાર જૈન સાથે, (ઉપર) પતિ સાથે ક્રિષ્ના(નીચે) કરિશ્માના સંતાનો સમાયાર તથા કિયાન, કરિનાનો પુત્ર તૈમુર સાથે ક્રિષ્ના
ડાબેથી(ઉપર) રાજકપૂર-ક્રિષ્ના, (નીચે)શ્લોકા-આકાશની સગાઈમાં રણબિર, અરમાન-આધાર જૈન સાથે, (ઉપર) પતિ સાથે ક્રિષ્ના(નીચે) કરિશ્માના સંતાનો સમાયાર તથા કિયાન, કરિનાનો પુત્ર તૈમુર સાથે ક્રિષ્ના
રણબિર સાથે ક્રિષ્ના
રણબિર સાથે ક્રિષ્ના
નીતુ સિંહ, રિદ્ધિમા સાથે ક્રિષ્ના રાજ કપૂર
નીતુ સિંહ, રિદ્ધિમા સાથે ક્રિષ્ના રાજ કપૂર
પરિવાર સાથે ક્રિષ્ના રાજ કપૂર
પરિવાર સાથે ક્રિષ્ના રાજ કપૂર
ડાબેથી, શમ્મી કપૂર, રણબિર કપૂર, ક્રિષ્ના રાજ કપૂર, નીતુ સિંહ
ડાબેથી, શમ્મી કપૂર, રણબિર કપૂર, ક્રિષ્ના રાજ કપૂર, નીતુ સિંહ
ડાબેથી, રીષિ કપૂર, ક્રિષ્ના રાજ કપૂર, રણધિર કપૂર, રાજીવ કપૂર તથા રાજ કપૂર
ડાબેથી, રીષિ કપૂર, ક્રિષ્ના રાજ કપૂર, રણધિર કપૂર, રાજીવ કપૂર તથા રાજ કપૂર
રણધિર-રીષિ સાથે ક્રિષ્ના રાજ કપૂર
રણધિર-રીષિ સાથે ક્રિષ્ના રાજ કપૂર
શશિ કપૂર સાથે ક્રિષ્ના રાજ કપૂર
શશિ કપૂર સાથે ક્રિષ્ના રાજ કપૂર
રણબિર સાથે ક્રિષ્ના રાજ કપૂર
રણબિર સાથે ક્રિષ્ના રાજ કપૂર
પરિવાર સાથે ક્રિષ્ના રાજ કપૂર
પરિવાર સાથે ક્રિષ્ના રાજ કપૂર
પરિવાર સાથે ક્રિષ્ના રાજ કપૂર
પરિવાર સાથે ક્રિષ્ના રાજ કપૂર

divyabhaskar.com

Oct 01, 2018, 05:08 PM IST

મુંબઈઃ કપૂર પરિવારના સૌથી સીનિયર મેમ્બર ક્રિષ્ના રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરે પહેલી ઓક્ટોબરના રોજ વહેલી સવારે નિધન થયું હતું. તેમના નિધનથી કપૂર પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. ક્રિષ્ના રાજ કપૂરે 1946માં રાજ કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. રાજ કપૂર તથા ક્રિષ્ના મલ્હોત્રાના લગ્ન એરેન્જ મેરેજ હતાં.


ક્રિષ્ના રાજ કપૂરના પિતા હતાં પોલીસમાં:
30 ડિસેમ્બર, 1930માં રેવા સ્ટેટ(હાલનું મધ્યપ્રદેશ)માં જન્મેલા ક્રિષ્ના રાજ કપૂરના પિતા રાઈસાહેબ કરતાર નાથ મલ્હોત્રા પોલીસમાં આઈજી હતાં. ક્રિષ્ના દસ ધોરણ સુધી ભણેલા હતાં.


એરેન્જ મેરેજઃ
વેબસાઈટ bollywoodshaadisના જણાવ્યા પ્રમાણે, રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર અને ક્રિષ્નાના પિતા રાઈસાહેબ દૂરના કઝિન્સ હતાં. એટલે કે આ બંને ભાઈ થતા હતાં. પરિવારની સમંતિથી બંનેએ પોતાના સંતાનોના લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. એટલે કે રાજ કપૂર તથા ક્રિષ્ના મલ્હોત્રા દૂરના મામા-ફોઈના ભાઈ-બહેન થતાં હતાં. રાજ કપૂરની જાન રેવા સ્ટેટમાં આવી હતી અને સરકારી બંગલામાં 22 મે, 1946ના રોજ રાજ-ક્રિષ્નાનાં લગ્ન થયા હતાં.


બે દિયર અને એક નણંદઃ
પૃથ્વી રાજ કપૂરના સૌથી મોટો દીકરો રાજ કપૂર હતો અને તેણે ક્રિષ્ના સાથે લગ્ન કર્યાં હતાં. રાજ કપૂરને બે ભાઈ(શમ્મી કપૂર તથા શશિ કપૂર) તથા એક બહેન ઉર્મિલા સિયાલ હતી. શમ્મી કપૂરે સૌ પહેલાં ગીતા બાલી સાથે લગ્ન કર્યાં હતાં અને ચિકન પોક્સને કારણે ગીતા બાલીનું નિધન 1965માં થયું હતું. તેમને બે સંતાનો દીકરો આદિત્ય રાજ કપૂર તથા દીકરી કંચન છે. શમ્મીએ પછી ભાવનગર સ્ટેટના રાજકુમારી નીલાદેવી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને કોઈ સંતાન નહોતું. શશિ કપૂરે જેનિફર કેન્ડાલ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમને ત્રણ સંતાનો કુનાલ કપૂર, કરન કપૂર તથા સંજના કપૂર છે.


પાંચ સંતાનોઃ
રાજ કપૂર તથા ક્રિષ્ના કપૂરને પાંચ સંતાનો છે. જેમાં રણધિર કપૂર, રીષિ કપૂર, રાજીવ કપૂર, બે દીકરીઓ રિતુ નંદા તથા રિમા જૈનનો સમાવેશ થાય છે. રણધિરે બબિતા સાથે લગ્ન કર્યાં છે અને તેમને બે દીકરીઓ કરિશ્મા તથા કરિના છે. રીષિએ નીતુ સિંહ સાથે લગ્ન કર્યાં છે અને તેમને એક દીકરો રણબિર તથા દીકરી રિદ્ધિમા છે. રાજીવ કપૂરને કોઈ સંતાન નથી. રિતુ નંદાએ જાણીતા બિઝનેસમેન રાજન નંદા સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે સંતાનો દીકરો નિખિલ નંદા તથા દીકરી નતાશા નંદા છે. જ્યારે રિમા જૈને મનોજ જૈન સાથે લગ્ન કર્યાં છે અને તેમને બે સંતાનો આધાર તથા અરમાન જૈન છે.


ત્રણ ભાઈઓ અને એક બહેનઃ
ક્રિષ્ના મલ્હોત્રાને ત્રણ ભાઈઓ રાજેન્દ્ર નાથ, પ્રેમનાથ, નરેન્દ્રનાથ અને એક બહેન ઉમા છે. ઉમાએ બોલિવૂડ એક્ટર પ્રેમ ચોપરા સાથે લગ્ન કર્યાં છે. ક્રિષ્ના રાજ કપૂરના ત્રણેય ભાઈઓ ફિલ્મ એક્ટર્સ હતાં.


(જુઓ, ક્રિષ્ના રાજ કપૂરની પરિવાર સાથેની તસવીરો....)

રડતી કરિના કપૂરને અમિતાભે આપી સાંત્વના, શ્વેતા-અભિષેક બચ્ચન પણ આવ્યા

X
ડાબેથી(ઉપર) રાજકપૂર-ક્રિષ્ના, (નીચે)શ્લોકા-આકાશની સગાઈમાં રણબિર, અરમાન-આધાર જૈન સાથે, (ઉપર) પતિ સાથે ક્રિષ્ના(નીચે) કરિશ્માના સંતાનો સમાયાર તથા કિયાન, કરિનાનો પુત્ર તૈમુર સાથે ક્રિષ્નાડાબેથી(ઉપર) રાજકપૂર-ક્રિષ્ના, (નીચે)શ્લોકા-આકાશની સગાઈમાં રણબિર, અરમાન-આધાર જૈન સાથે, (ઉપર) પતિ સાથે ક્રિષ્ના(નીચે) કરિશ્માના સંતાનો સમાયાર તથા કિયાન, કરિનાનો પુત્ર તૈમુર સાથે ક્રિષ્ના
રણબિર સાથે ક્રિષ્નારણબિર સાથે ક્રિષ્ના
નીતુ સિંહ, રિદ્ધિમા સાથે ક્રિષ્ના રાજ કપૂરનીતુ સિંહ, રિદ્ધિમા સાથે ક્રિષ્ના રાજ કપૂર
પરિવાર સાથે ક્રિષ્ના રાજ કપૂરપરિવાર સાથે ક્રિષ્ના રાજ કપૂર
ડાબેથી, શમ્મી કપૂર, રણબિર કપૂર, ક્રિષ્ના રાજ કપૂર, નીતુ સિંહડાબેથી, શમ્મી કપૂર, રણબિર કપૂર, ક્રિષ્ના રાજ કપૂર, નીતુ સિંહ
ડાબેથી, રીષિ કપૂર, ક્રિષ્ના રાજ કપૂર, રણધિર કપૂર, રાજીવ કપૂર તથા રાજ કપૂરડાબેથી, રીષિ કપૂર, ક્રિષ્ના રાજ કપૂર, રણધિર કપૂર, રાજીવ કપૂર તથા રાજ કપૂર
રણધિર-રીષિ સાથે ક્રિષ્ના રાજ કપૂરરણધિર-રીષિ સાથે ક્રિષ્ના રાજ કપૂર
શશિ કપૂર સાથે ક્રિષ્ના રાજ કપૂરશશિ કપૂર સાથે ક્રિષ્ના રાજ કપૂર
રણબિર સાથે ક્રિષ્ના રાજ કપૂરરણબિર સાથે ક્રિષ્ના રાજ કપૂર
પરિવાર સાથે ક્રિષ્ના રાજ કપૂરપરિવાર સાથે ક્રિષ્ના રાજ કપૂર
પરિવાર સાથે ક્રિષ્ના રાજ કપૂરપરિવાર સાથે ક્રિષ્ના રાજ કપૂર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી