સ્ટાર કાસ્ટ / સૈયદ અબ્દુલ રહીમની બાયોપિકમાં અજય દેવગણ સાથે સાઉથની એક્ટ્રેસ કીર્તિ સુરેશ દેખાશે

Keerthy Suresh to pair with Ajay Devgan in Syed Abdul Rahim's biopic
Keerthy Suresh to pair with Ajay Devgan in Syed Abdul Rahim's biopic

  • સૈયદ અબ્દુલ રહીમ 1950થી 1963 દરમિયાન ભારતીય ફૂટબોલ ટીમના કોચ અને મેનેજર હતા
  • ફિલ્મના પ્રોડ્યૂસર બોની કપૂર અને ડિરેક્ટર અમિત શર્મા છે

divyabhaskar.com

Mar 07, 2019, 11:39 AM IST

બોલિવૂડ ડેસ્ક: અજય દેવગણની અપકમિંગ ફિલ્મ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિકમાં સાઉથની એક્ટ્રેસ કીર્તિ સુરેશ દેખાઈ શકે છે. આ ફિલ્મથી તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા તૈયાર છે. આ ફિલ્મ સૈયદ અબ્દુલ રહીમની લાઈફ પર આધારિત છે. સૈયદ ઇન્ડિયન ફૂટબોલ ટીમના કોચ અને મેનેજર હતા. આ ફિલ્મના પ્રોડ્યૂસર બોની કપૂર અને ડિરેક્ટર અમિત શર્મા છે. ફિલ્મનું એનાઉન્સમેન્ટ ગયા વર્ષે જ થઇ ગયું હતું. સૂત્રો અનુસાર, કીર્તિને ફિલ્મમાં એક ખાસ રોલ માટે લેવામાં આવી રહી છે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન શરૂ થઇ ગયું છે. હાલ ફિલ્મની કાસ્ટ ફાઇનલ કરવામાં આવી રહી છે. ડિરેક્ટર અમિતે બોની કપૂરની 'તેવર'થી ડેબ્યુ કર્યું હતું. અજય હાલ તો 'તાનાજી - ધ અનસંગ વોરિયર' ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારબાદ તે આ ફિલ્મ પર કામ શરૂ કરશે.

સૈયદ અબ્દુલ રહીમ
સૈયદ અબ્દુલ રહીમ 1950થી 1963 દરમિયાન ભારતીય ફૂટબોલ ટીમના કોચ અને મેનેજર હતા. એમના નેતૃત્વ હેઠળ ભારતીય ફૂટબોલ ટીમ 1962માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતી હતી. ઉપરાંત તેમની લીડરશીપ હેઠળ જ 1956માં મેલબોર્ન ઓલિમ્પિક્સ દરમિયાન ટીમ સેમીફાઇનલ સુધી પહોંચી હતી. 54 વર્ષની ઉંમરે તેઓ કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા.

X
Keerthy Suresh to pair with Ajay Devgan in Syed Abdul Rahim's biopic
Keerthy Suresh to pair with Ajay Devgan in Syed Abdul Rahim's biopic
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી