પિતા સાથે ફરવા નીકળ્યો નાનકડો નવાબ, મોમ કરિના હતી પણ સાથે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જોધપુર: કેટલાક દિવસથી પોતાની અપકમિંગ ફિલ્મ કપ્તાનની શૂટિંગમાં વ્યસ્ત સૈફ અલી ખાનને મળવા માટે કરીના પાલી જિલ્લાના નારલાર્ઇ પહોચી હતી. તૈમુર નારલાર્ઇ અને ઘાણેરાવમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અહીં પહોચ્યા બાદ તૈમુર સૈફ સાથે બેઠો હતો. થોડીવાર માટે પણ તે સૈફથી અલગ થયો નહતો.

 

ખુલ્લી જીપમાં પરિવાર સહિત ફરવા નીકળ્યો સૈફ

 

- સૈફ અલી ખાન કેટલાક દિવસ પહેલા પાલી જિલ્લાના નારલાર્ઇ અને ઘાણેરાવમાં પોતાની આગામી ફિલ્મ કપ્તાનના શૂટિંગમાં વ્યસ્ત છે. સૈફને મળવા માટે તૈમુર સાથે કરીના અહીં પહોચી હતી. કેટલાક દિવસ પહેલા પોતાના પિતાને જોતા જ તૈમુર તેને વળગી પડ્યો હતો. 
- માથા પર ચોટીમાં તૈમુર ક્યૂટ લાગતો હતો. નારલાર્ઇ ફોર્ટમાં કેટલાક લોકોએ તૈમુરને પોતાના ખોળામાં લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને પોતાના પિતાને છોડ્યા નહતા.
- સાંજના સમયે સૈફ પોતાના પરિવાર સહિત ખુલ્લી જીપમાં સફારી પર નીકળ્યો હતો. આ

દરમિયાન તૈમુર તેના ખોળામાં જ બેઠો હતો. 
-  સાંજે પરિવાર સાથે સૈફ રિલેક્સ નજરે પડ્યો હતો, તેને સ્થાનીક બાળકો સાથે થોડી વાર ક્રિકેટ પણ રમી હતી. આ દરમિયાન તૈમુર સાથે કરીના તેનો ઉત્સાહ વધારતી હતી.

 

ડાકૂના રોલમાં છે સૈફ

 

- સૈફ આ ફિલ્મમાં અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે આ ફિલ્મમાં તે એક ડાકુનો રોલ નીભાવી રહ્યો છે. લાંબી દાઢી અને લાંબા વાળમાં તેનો લુક અલગ જ નજરે પડી રહ્યો છે. દેશમાં અંગ્રેજ શાસનકાળ દરમિયાન કોઇ ડાકૂના જીવન પર આધારિતા આ ફિલ્મમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે સોનાક્ષી સિન્હા તેમાં આઇટમ સોન્ગ કરશે. સોનાક્ષી પણ શૂટિંગ માટે નારલાર્ઇમાં જ છે.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...