રિલીઝ / 'કલંક'નું ટાઇટલ સોન્ગ એક દિવસ મોડું રિલીઝ થયું, કોઈ જ ડાન્સ, રેપ ન હોવા છતાં અરિજિત સિંહના અવાજનો જાદુ છવાયો

Kalank title song: Alia Bhatt, Varun Dhawan fall in love to Arijit Singh’s melodious voice

  • 'કલંક'ના આ ટાઇટલ ટ્રેક માટે અરિજિતે માત્ર તેનો અવાજ જ નહીં પણ હાર્મોનિયમ પણ વગાડ્યું છે

divyabhaskar.com

Mar 30, 2019, 04:07 PM IST

બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર અભિષેક વર્મનની ફિલ્મ 'કલંક'નું ટાઇટલ સોન્ગ રિલીઝ થઇ ગયું છે. માધુરી દીક્ષિત, સંજય દત્ત, આલિયા ભટ્ટ, વરુણ ધવન, સોનાક્ષી સિન્હા અને આદિત્ય રોય કપૂર સ્ટારર ફિલ્મનું આ ત્રીજું સોન્ગ છે. આ ગીતમાં કોઈ જ ડાન્સ નથી, કોઈ રેપ નથી તેમ છતાં આ ગીત સાંભળવું ગમે એવું મધુર છે. આ ગીતને અરિજિત સિંહે ગાયું છે જ્યારે આ ગીતને લખનાર અભિતાભ ભટાચાર્ય છે. ઉપરાંત ડાન્સ નંબર 'ફર્સ્ટ ક્લાસ' સોન્ગ પણ અરિજિતે નીતિ મોહન સાથે ગાયું છે અને તેના લિરિક્સ પણ અભિતાભ ભટાચાર્યે જ લખ્યા છે. ફિલ્મમાં મ્યુઝિક પ્રિતમે આપ્યું છે. 'કલંક'ના આ ટાઇટલ ટ્રેક માટે અરિજિતે માત્ર તેનો અવાજ જ નહીં પણ હાર્મોનિયમ પણ વગાડ્યું છે.

અગાઉ આ સોન્ગ 29 માર્ચે રિલીઝ થવાનું હતું પરંતુ તેને એક દિવસ લેટ 30 માર્ચે રિલીઝ કરાયું છે. એક દિવસ લેટ સોન્ગ રિલીઝ કરવા બદલ પ્રોડ્યૂસર કરણ જોહરે સૌની માફી પણ માગી હતી.

17 એપ્રિલે ફિલ્મ રિલીઝ થશે
'કલંક'નું ટીઝર 12 માર્ચે રિલીઝ થયું હતું. ત્યારબાદ આલિયા અને માધુરીનું 'ઘર મોરે પરદેશિયાં' સોન્ગ રિલીઝ કરાયું હતું. પછી બીજું ડાન્સ સોન્ગ 'ફર્સ્ટ ક્લાસ' રિલીઝ કરાયું જેમાં વરુણ ધવન અને કિઆરા અડવાણી હતા. આ ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવાની છે.

X
Kalank title song: Alia Bhatt, Varun Dhawan fall in love to Arijit Singh’s melodious voice
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી