કિસ્સો / જ્યારે ઈન્દિરા ગાંધીએ દૂરદર્શન પર ચલાવી હતી સુપરહિટ ફિલ્મ 'બોબી' જેથી ફ્લોપ થઈ જાય અટલ બિહારી વાજપેઈની રેલી

ex pm indira gandhi telecast superhit film bobby on doordarshan

divyabhaskar.com

Apr 07, 2019, 12:19 PM IST

મુંબઈઃ દેશમાં હાલમાં લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. સત્તાધારી પક્ષ તથા વિપક્ષ એકબીજા પર આરોપો-પ્રત્યારોપો મૂકી રહ્યાં છે. આ ચૂંટણીના માહોલમાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીનો એક એવો કિસ્સો પણ જાણીતો છે, જેમાં તેમણે વાજપેઈની રેલીને ફ્લોપ કરાવવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કર્યાં હતાં. તે સમયે ઈન્દિરા ગાંધીએ બોલિવૂડ ફિલ્મ 'બોબી' દૂરદર્શન પર પ્રસારિત કરાવી હતી. આ કિસ્સો તે સમયે વાજપેઈની રેલી કવર કરવા માટે પહોંચેલા પત્રકાર તવલીન સિંહે બીબીસી સાથેની વાતચીતમાં શૅર કર્યો હતો.

શું કહ્યું હતું તવલીનેઃ
1977માં દિલ્હીના રામલીલા મેદાનમાં તત્કાલિન ઈન્દિરા ગાંધીની સરકાર વિરૂદ્ધ ભાજપે રેલી કાઢી હતી. આ રેલીમાં વાજેપઈ સંબોધન કરવાના હતાં. તવલીને આ રેલી સાથે જોડાયેલી યાદો શૅ કરતાં કહ્યું હતું, ''આ કદાચ વાજપેઈની વિન્ટેજ રેલીનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ હતું. હાડ ધ્રૂજાવી દે તેવી ઠંડી હતી અને ઝરમર વરસાદ પણ થતો હતો. તેમ છતાંય હજારો લોકો વાજપેઈને સાંભળવા માટે રામલીલા મેદાનમાં ભેગા થયા હતાં. નવાઈની વાત એ છે કે ઈન્દિરા સરકારે એ સમયે દૂરદર્શન પર 1973ની સુપરહિટ ફિલ્મ 'બોબી'નું પ્રસારણ કરાવ્યું હતું. જેથી ફિલ્મ જોવા માટે લોકો ઘરની અંદર જ રહે અને રેલીમાં મોટી સંખ્યામાં લોકો આવે નહીં.

સરકારનો પ્રયાસ નિષ્ફળઃ
ભાજપની રેલી સાંજે ચાર વાગે શરૂ થઈ હતી અને અટલજીનો વારો આવે ત્યારે રાતના નવ વાગી ગયા હતાં પરંતુ મેદાનમાં જમા થયેલી ભીડ તેમને સાંભળવા માંગતી હતી. જનતાએ તે સમયે ના કાતિલ ઠંડીની પરાવ કરી ના તો તે ટીવી પર 'બોબી' જોવા રોકાઈ રહી હતી. જનતાને તો મેદાનમાં વાજપેઈને સાંભળવા હતાં અને તેમની સ્પીચ પૂરી થતા ત્યાંથી નીકળી ગઈ હતી. વાજપેઈનો જાદુ એવો હતો કે સરકાર પણ રેલી નિષ્ફળ કરાવી શકી નહીં.

X
ex pm indira gandhi telecast superhit film bobby on doordarshan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી