જાહન્વીએ શ્રીદેવીને કહી હતી ખરાબ માતા, 3 દિવસ સુધી નહોતી કરી કોઈ વાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક શ્રીદેવી હવે આપણી વચ્ચે રહ્યાં નથી. હાર્ટ અટેકના કારણે તેમનું નિધન થઇ ગયું છે. જોકે શ્રીદેવી સાથે જોડાયેલાં ઘણાં કિસ્સા સાંભળવા મળે છે, પરંતું તમને એક કિસ્સો તેમની દીકરી જાન્હવી અને તેમની સાથે જોડાયેલો છે. આ કિસ્સો સ્વંય શ્રીદેવીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યો હતો. 

આ છે શ્રીદેવીનો પુરો પરિવાર, જ્હાનવી-ખુશી સિવાય બે અન્ય બાળકોની પણ છે માં

 

શ્રીદેવીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે જાહન્વી 6 વર્ષની હતી ત્યારે તેણે 'સદમા' ફિલ્મ જોઇ હતી. ફિલ્મ જોયા પછી જાહન્વીએ તેમની સાથે ત્રણ દિવસ સુધી વાત કરી નહીં. એટલું જ નહીં જાહન્વીએ તેને ખરાબ માતા પણ કહ્યાં હતાં. 'સદમા' જોયા પછી તે બોલી હતી કે તમે તેમની(કમલ હસન) સાથે સારું નથી કર્યું. જોકે, જાહન્વીને પછી સમજાયું કે તેમણે ફિલ્મમાં એક એવી લેડીનો રોલ પ્લે કર્યો હતો જેનું દિમાગ નાના બાળકો જેવું હોય છે.

બાથટબમાં બેભાન પડી હતી શ્રીદેવી, દુબઇમાં છેલ્લી 15 મિનિટમાં શું થયું

જાહન્વી મોમને ફોલો કરે છે-

 

જાહન્વીએ બાળપણથી મોમ શ્રીદેવીને ફોલો કર્યાં છે. શ્રીદેવી જેવું જાહન્વીને કરવાનું કહેતાં તે તેવું જ કરતી હતી. એટલું જ નહીં જાહન્વી કઇ બોલિવૂડ ફિલ્મથી ડેબ્યૂ કરશે તે પણ શ્રીદેવીએ જ નક્કી કર્યું હતું. જોકે, દીકરીની ડેબ્યૂ મૂવી જોવા હવે શ્રીદેવી આ દુનિયામાં નથી.

 

આ લેખમાં આગળ જુઓ શ્રીદેવી અને જાહન્વીની થોડી તસવીરો અને શ્રીદેવીના થોડાં ફેક્ટ્સ....

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ શ્રીદેવી અને જાહન્વીની થોડી તસવીરો....

અન્ય સમાચારો પણ છે...