જ્યારે દીકરી જ્હાનવીને મળ્યા માં શ્રીદેવીના મોતના સમાચાર, આવી થઇ ગઇ હાલત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ: શ્રીદેવીના મોતનો આઘાત દરેકને લાગ્યો છે. માત્ર 54 વર્ષની ઉંમરમાં અલવિદા કહેનાર એક્ટ્રેસ શ્રીદેવીને તમામ યાદ કરી રહ્યાં છે. નિધન પહેલા શ્રીદેવીએ દુબઇમાં અંતિમ ક્ષણ વિતાવી હતી. જ્યાં તે મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા ગઇ હતી. આ સમારંભમાં તેની મોટી દીકરી હાજર રહી નહતી. શ્રીદેવીના શબને મુંબઇ લાવવામાં આવશે. પોતાની માતાના મોતના સમાચાર મળતા જ મોટી દીકરી જાહન્વી રડી પડી હતી.

 

 

કરણ જોહર પહોચ્યો હતો ઘરે

 

મોહિત મારવાહના લગ્નમાં કપૂર પરિવાર દુબઇમાં મસ્તી કરી રહ્યું હતું જ્યારે મોટી દીકરી જ્હાનવી કપૂર હાજર નહતી. તે 'ધડક' ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી. શ્રીદેવીનું મોત થયુ ત્યારે જાહન્વી મુંબઇમાં જ હતી. કરણ જોહરને નિધનના સમાચાર મળતા જ તે જાહન્વીને તેના ઘરે લેવા પહોચ્યા હતા. સમાચાર મળતા જ જાહન્વી રડી પડી હતી. તે બાદ કરમ જાહન્વીને લઇ તેના કાકા અનિલ કપૂરના ઘરે ગયા હતા.  જાહન્વી અત્યારે અનિલ કપૂરના ઘરે જ છે. શ્રીદેવીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...