ડેલિગેશન / રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિતના હિન્દી ફિલ્મોના યુવા સ્ટાર્સ પ્રધાનમંત્રીને મળ્યા

DivyaBhaskar.com

Jan 10, 2019, 07:34 PM IST
hindi film industry delegation meets pm narendra modi
hindi film industry delegation meets pm narendra modi

  • હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના યુવા સિતારાઓ ડેલિગેશનમાં સામેલ હતા
  • આ વખતના ડેલિગેશનમાં મહિલા કસબીઓની હાજરી ઊડીને આંખે વળગતી હતી
     

બોલિવૂડ ડેસ્કઃ ગુરુવારે બપોરે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક ડેલિગેશન પ્રધાનમંત્રી મોદીને દિલ્હી ખાતે મળ્યું હતું. આ ડેલિગેશનમાં રણવીર સિંહ, વરુણ ધવન, આયુષ્માન ખુરાના, કરણ જોહર, રોહિત શેટ્ટી, રણબીર કપૂર, રાજકુમાર રાવ, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા ફિલ્મ કસબીઓ સામેલ હતા. આનંદની વાત એ હતી કે આ વખતના ડેલિગેશનમાં સ્ત્રીઓની હાજરી પણ હતી. આ વખતે આલિયા ભટ્ટ, ભૂમિ પેડણેકર, અશ્વિની ઐયર તિવારી અને એકતા કપૂર જેવાં મહિલા કસબીઓ પણ સામેલ હતાં.

મળતી માહિતી પ્રમાણે આ મુલાકાત ફિલ્મ પ્રોડ્યસર કરણ જોહર અને મહાવીર જૈને ગોઠવી હતી. મુલાકાતનો સત્તાવાર હેતુ ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ યુથ આઈકન્સનો દેશના નિર્માણમાં ફાળો’ એવો આપવામાં આવ્યો હતો. ‘બરેલી કી બરફી’ જેવી ફિલ્મ બનાવનારાં દિગ્દર્શિકા અશ્વિની ઐયર તિવારીએ મૂકેલી ટ્વીટમાં એમણે પ્રધાનમંત્રીનો તાજેતરમાં ફિલ્મની ટિકિટો પરના GSTમાં કરાયેલા ઘટાડાના મુદ્દે આભાર પણ પ્રગટ કર્યો હતો. આ મુલાકાત બાદ આ કલાકાર-કસબીઓએ પ્રધાનમંત્રી સાથે લીધેલી સેલ્ફી સોશિયલ મીડિયામાં પ્રગટ થઈ અને ફટાફટ વાઈરલ થવા લાગી.

ગઈ મુલાકાતની ટીકા થઈ હતી
ગયા મહિને જ્યારે પ્રધાનમંત્રી મોદી મુંબઈમાં હતા ત્યારે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક ડેલિગેશન પ્રધાનમંત્રી મોદીને મળ્યું હતું. તેમાં કરણ જોહર, રાકેશ રોશન, રિતેશ સિધવાણી, રોની સ્ક્રૂવાલા, સિદ્ધાર્થ રોય કપૂર, નિતેશ તિવારી જેવા ફિલ્મમેકર્સ અને અજય દેવગણ, અક્ષય કુમાર જેવા અભિનેતાઓ પણ સામેલ હતા. પરંતુ આ મીટિંગની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અંદર અને બહાર સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ હતી. કેમ કે, આ સમગ્ર ડેલિગેશનમાં એક પણ સ્ત્રી સામેલ નહોતી. ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ જેવી ફિલ્મ બનાવનાર અલંકૃતા શ્રીવાસ્તવ, એક્ટર તનિષ્ઠા ચેટર્જી જેવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય સ્ત્રીઓએ જ ટ્વીટ્સ કરીને વાંધો ઉઠાવ્યો હતો. તે પહેલાં ઓક્ટોબરમાં પણ એક નાનું ડેલિગેશન પ્રધાનમંત્રીને મળેલું અને તેમાં પણ એકેય સ્ત્રી નહોતી. આ ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ડેલિગેશન હોવા છતાં તેમાં દેશનાં અન્ય રાજ્યોના ફિલ્મ સર્જકો કેમ સામેલ નહોતા એ મુદ્દે પણ કચવાટ જોવા મળ્યો હતો.

ડિસેમ્બરની મીટિંગમાં ફિલ્મમેકર્સે ફિલ્મો પર લાગતો GST ઘટાડવાની અપીલ કરી હતી, જે તરત જ સ્વીકારાઈ ગઈ અને થોડા સમયમાં જ તેની જાહેરાત પણ થઈ ગઈ.

X
hindi film industry delegation meets pm narendra modi
hindi film industry delegation meets pm narendra modi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી