સતત ત્રીજા વર્ષે સલમાન ખાને કરી સૌથી વધુ કમાણી, કિંગ ખાનની અક્કી-આલિયા ભટ્ટ કરતાં પણ ઓછી કમાણી

ફોર્બ્સ ઈન્ડિયાએ 2018માં સૌથી વધુ કમાણી કરનાર સેલેબ્સનું લિસ્ટ બહાર પાડ્યું છે.

divyabhaskar.com | Updated - Dec 05, 2018, 12:59 PM
Forbes India Celebrity 100 list  shahrukh khan earn only 56 cr in 2018

મુંબઈઃ ફોર્બ્સ ઈન્ડિયાએ 2018માં સૌથી વધુ કમાણી કરનાર સેલેબ્સનું લિસ્ટ બહાર પાડ્યું છે. સતત ત્રીજીવાર સલમાન ખાન સૌથી વધુ કમાણી સાથે ટોચ પર છે. સલમાન ખાને 2018માં 253.25 કરોડની કમાણી કરી છે. વિરાટ કોહલી, જે 228.09 કરોડ રૂપિયાની કમાણી સાથે બીજા નંબર પર છે. ત્રીજા નંબરે અક્ષય કુમાર(185 કરોડ), ચોથા નંબરે દીપિકા પાદુકોણ(112.8 કરોડ) છે.


100 સેલિબ્રિટીઝે કરી આટલી કમાણીઃ
2018માં 100 ભારતીય સેલિબ્રિટીઝે કુલ 3140.25 કરોડની કમાણી કરી હતી. ગયા વર્ષે આ આંકડો 2683 કરોડ રૂપિયાનો હતો.


શાહરૂખ ખાન ટોપ ટેનની બહાર, આલિયા કરતાં પણ કરી ઓછી કમાણીઃ
બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાનની 2018માં હજી સુધી એક પણ ફિલ્મ રીલિઝ થઈ નથી. ગયા વર્ષે શાહરૂખ 170.5 કરોડની કમાણી સાથે બીજા નંબરે હતો. આ વર્ષે કેટલીક બ્રાન્ડ્સને કારણે તેણે 56 કરોડની કમાણી કરી છે. આલિયા ભટ્ટ 58.83 કરોડની કમાણી સાથે 12 નંબરે છે. રજનીકાંત 50 કરોડની કમાણી સાથે 14માં નંબર પર છે.


સાઉથના 15થી વધુ સ્ટાર્સઃ
સાઉથ ઈન્ડિયન સિનેમાના 15થી વધુ સેલેબ્સ ટોપ 100ના લિસ્ટમાં સામેલ છે. જેમાં રજનીકાંત, જુનિયર એનટીઆર, વિજય, પવન કલ્યાણ, વિક્રમ, મહેશ બાબુ, સૂર્યા, વિજય સેથુપથી, નાગાર્જુન, કોર્ટાલા સિવા, મામૂટી, ધનુષ, અલ્લુ અર્જુન, નયનથારા, રામચરણ, કમલ હસન, વિજય દેવરાકોંડા, એ આર રહેમાનનો સમાવેશ થાય છે.


ટોપ 20નું લિસ્ટ:

રૅન્ક સેલેબ્સનું નામ કમાણી(કરોડમાં)
1 સલમાન ખાન 253.25
2 વિરાટ કોહલી 228.09
3 અક્ષય કુમાર 185
4 દીપિકા પાદુકોણ 112.8
5 મહેન્દ્ર સિંહ ધોની 101.77
6 આમિર ખાન 97.5
7 અમિતાભ બચ્ચન 96.17
8 રણવિર સિંહ 84.67
9 સચિન તેંડુલકર 80
10 અજય દેવગણ 74.5
11 એ આર રહેમાન 66.75
12 આલિયા ભટ્ટ 58.83
13 શાહરૂખ ખાન 56
14 રજનીકાંત 50
15 વરૂણ ધવન 49.58
16 અનુષ્કા શર્મા 45.83
17 રણબિર કપૂર 44.5
18 અરજીત સિંહ 43.32
19 સંજય દત્ત 37.85
20 પીવી સિંધુ 36.5

રિસેપ્શનમાં પ્રિયંકાના વિદેશી સાસરીયા પણ રંગાયા દેશી રંગમાં, સાસુમા ને જેઠાણીએ કર્યું નવી દુલ્હન સાથે મેચિંગ

X
Forbes India Celebrity 100 list  shahrukh khan earn only 56 cr in 2018
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App