ફર્સ્ટ લુક / સુરજ પંચોલીની નવી ફિલ્મ ‘સેટેલાઈટ શંકર’નો ફર્સ્ટ લુક જાહેર થયો, નવી અભિનેત્રી મેઘા આકાશની એન્ટ્રી

DivyaBhaskar.com

Jan 08, 2019, 02:15 PM IST
first look of sooraj pancholi movie satellite shankar released
first look of sooraj pancholi movie satellite shankar released

બોલિવૂડ ડેસ્કઃ આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના દીકરા સૂરજ પંચોલીની બીજી ફિલ્મ ‘સેટેલાઈટ શંકર’નો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયામાં રિલીઝ કરાયો છે. પહેલા પોસ્ટરમાં હિમાલયના બર્ફીલા પહાડોના બેકગ્રાઉન્ડ સાથે ભગવાન શિવની તસવીર દેખાય છે. તેના પર જૂની સ્ટાઈલના લેન્ડલાઈન ફોનના વાયરનાં ગૂંચળાંને શિવજીની જટાની જેમ મૂકવામાં આવ્યાં છે. જ્યારે બીજી તસવીરમાં એક બેકપેકનો ક્લોઝઅપ છે, જેના પર ભારતનો રાષ્ટ્રધ્વજ, તાજમહલ, લાલ કિલ્લો, ભારતીય સૈનિક વગેરેના બિલ્લા લગાવેલા છે.

‘લાઈફ ઈઝ અ જર્ની વિથ વન પર્ફેક્ટ એન્ડ’ અને ‘ધ બિગિનિંગ ઓફ એન એક્સ્ટ્રાઓર્ડિનરી જર્ની’ જેવી ટેગલાઈન્સ ધરાવતી આ ફિલ્મ આ ફિલ્મ એક રોડ મુવી હશે, જેનું શૂટિંગ ભારતનાં દસ રાજ્યોમાં થયું છે. ફિલ્મના ડિરેક્ટર છે ઈરફાન કમાલ. આ ફિલ્મ ટી-સિરીઝ અને મુરાદ ખેતાણીની કંપની ‘સિને1’ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ‘સેટેલાઈટ શંકર’ 5 જુલાઈના રોજ રિલીઝ થશે.

અભિનેત્રી મેઘા આકાશની હિન્દીમાં એન્ટ્રી

‘સેટેલાઈટ શંકર’ ફિલ્મથી અભિનેત્રી મેઘા આકાશની હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી થઈ રહી છે. ગયા વર્ષે તેલુગુ ફિલ્મ ‘લાઈ’થી અભિનયક્ષેત્રે પદાર્પણ કરનારી મેઘાએ અન્ય એક તેલુગુ ફિલ્મ ‘ચલ મોહન રંગા’માં પણ કામ કર્યું હતું. અત્યારે તે બીજી પાંચ તમિળ ફિલ્મો કરી રહી છે, જેમાંથી એક રજનીકાંત સાથેની ફિલ્મ ‘પેટ્ટા’ આગામી દિવસોમાં રિલીઝ થશે.

સૂરજ પંચોલી કેટરિના કૈફની બહેન ઈઝાબેલ સાથે પણ ફિલ્મ કરી રહ્યો છે

🌸@isakaif #TimeToDance

A post shared by Sooraj Pancholi (@soorajpancholi) on Sep 4, 2018 at 5:19am PDT

2015માં ‘હીરો’ ફિલ્મથી ડેબ્યુ કરનારા સૂરજ પંચોલીની શરૂઆત નિરાશાજનક રહી હતી. જેકી શ્રોફની સુપરહીટ ફિલ્મની રિમેક એવી હીરો, જેમાં સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીએ પણ ડેબ્યુ કરેલું, તે સરેઆમ નિષ્ફળ રહી હતી. હવે ‘સેટેલાઈટ શંકર’થી સૂરજ પંચોલીને આશાઓ હોય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત સૂરજ પંચોલી રેમો ડિસોઝાની મ્યુઝિકલ ફિલ્મ ‘ટાઈમ ટુ ડાન્સ’માં પણ દેખાશે. આ ફિલ્મથી કેટરિના કૈફની બહેન ઈઝાબેલ કૈફ ફિલ્મોમાં ડેબ્યુ કરશે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે અને તેનું પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે.

X
first look of sooraj pancholi movie satellite shankar released
first look of sooraj pancholi movie satellite shankar released
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી