ફર્સ્ટ લુક / રાની મુખર્જીનો ફિલ્મ 'મર્દાની 2'નો પોલીસ ઓફિસર તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ

first look of Rani Mukerji in Mardaani 2 is released

  • આ ફિલ્મમાં પણ રાની 'શિવાની શિવાજી રોય' તરીકે પોલીસ ઓફિસરના રોલમાં જ હશે
  • 'મર્દાની 2' ફિલ્મ 2014ની રાનીની ફિલ્મ 'મર્દાની'ની સિક્વલ છે
  • 'મર્દાની 2' ફિલ્મને રાનીનો પતિ આદિત્ય ચોપરા પ્રોડ્યૂસ કરી રહ્યો છે

divyabhaskar.com

Apr 30, 2019, 01:39 PM IST

બોલિવૂડ ડેસ્ક: રાની મુખર્જીની ફિલ્મ 'મર્દાની 2'નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ ફિલ્મમાં પણ રાની પોલીસ ઓફિસરના રોલમાં જ છે. આ ફિલ્મ 2014ની રાનીની ફિલ્મ 'મર્દાની'ની સિક્વલ છે. 'મર્દાની' ફિલ્મના રાઇટર ગોપી પુથરન 'મર્દાની 2'ના ડિરેક્ટર છે. 'મર્દાની 2' ફિલ્મને રાનીનો પતિ આદિત્ય ચોપરા પ્રોડ્યૂસ કરી રહ્યો છે. ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થવાની છે.

ફિલ્મની સ્ટોરી
આ ફિલ્મમાં પણ રાની 'શિવાની શિવાજી રોય' તરીકે પોલીસ ઓફિસરના રોલમાં જ હશે જે એક નિર્દય વિલનની પાછળ પડી હોય છે. ફિલ્મનું શૂટિંગ રાનીએ 27 માર્ચથી શરૂ કરી દીધું છે. છેલ્લે રાની 'હિચકી' ફિલ્મમાં દેખાઈ હતી.

મર્દાની ફિલ્મ
મર્દાની ફિલ્મ 2014માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મના ડિરેક્ટર પ્રદીપ સરકાર હતા. ફિલ્મમાં રાની પોલીસ ઓફિસર હોય છે, જે તેની દત્તક દીકરી ગાયબ થતાં તેની શોધખોળ કરે છે. તેના ઇન્વેસ્ટિગેશનમાં તે મુંબઈમાં ચાલતા હ્યુમન ટ્રાફિકિંગના ધંધાની પોલ ખોલે છે. મર્દાની ફિલ્મ 21 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, જેને બોક્સઓફિસ પર 56 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

X
first look of Rani Mukerji in Mardaani 2 is released
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી