વાતચીત / અમદાવાદ આવેલા સિંગર શાને કહ્યું, 'ચેમ્પિયન બન્યા બાદ જ અસલી સ્ટ્રગલ શરૂ થાય છે', ઢોકળા,ફાફડા અને થેપલા ખાવાથી વધુ મહિના દૂર રહી શકતો નથી'

Bollywood Singer shaan Promotion Saregamapa Lil Champs In Ahmedabad Exclusive Interview

divyabhaskar.com

Feb 06, 2019, 06:03 PM IST

અમદાવાદ: રિયાલિટી શો 'સારેગામા પા લિટલ ચેમ્પ્સ'ના પ્રમોશન અર્થે બોલિવૂડ સિંગર અને શોના જજ શાન અમદાવાદની મુલાકાતે આવ્યો હતો. શાન 2014-15થી આ શોનો ભાગ રહેલો છે, અમદાવાદ આવતા જ તેને કહ્યું હતું, ''હું ઢોકળા,ફાફડા અને થેપલા ખાવાથી વધુ મહિના દૂર રહી શકતો નથી.''

બાળકોની સિલેક્શન પ્રોસેસ કઇ રીતે હોય છે?

ઘણી ટફ છે, મ્યૂઝિક એક એવી વસ્તુ છે તે બાળકના મા-બાપને લાગે છે કે તેમાં સૂર છે અને ગાવાનો શોખ છે તો પેરેન્ટ્સ પ્રોત્સાહિત કરે છે. મ્યૂઝિકની વાત આવે તો ભારત એક મ્યૂઝિકલ દેશ છે દરેક ખૂણામાં ટેલેન્ટેડ લોકો છે, જે આગળ આવવા માંગે છે અને ટેલિવિઝન પર પોતાનું પર્ફોર્મન્સ લોકોને બતાવવા માંગે છે. અમારી પાસે શોર્ટ લિસ્ટ કરીને 75 પાર્ટીસિપેટ આવે છે અને તેમાંથી અમે ઓડિશન કરીને 15 પાર્ટીસિપેટને સિલેક્ટ કરી ચૂક્યા છીએ, પ્રોસેસ દિલ પર પત્થર રાખીને કરવી પડે છે, બધા સારૂં જ ગાય છે.

પહેલા પણ તમે આ શોને જજ કરી ચૂક્યા છો, કેટલા એક્સાઇટેડ છો?

2014થી ઝી ગ્રુપ સાથે જ છું. 'લિટલ ચેમ્પ્સ'માં આવ્યો હતો તે બાદ મે નક્કી કર્યું હતું, ''હું બાળકોના રિયાલિટી શોમાં ભાગ નહી લઉં, હોસ્ટ કે જજ તરીકે, મારા મનમાં બાળકોને લઇને કેટલીક એવી વાતો હતી કે અમે એક રીતનું પ્રેશર નાખી રહ્યાં છીએ, એક તો તેમને અભ્યાસનું પણ પ્રેશર હોય છે, જ્યારે મને એપ્રોચ કર્યો ત્યારે મે કહ્યું કે હું પહેલા પણ સ્ટાર પર એક શો હતો જે મે હોસ્ટ કર્યો હતો. 'છોટે ઉસ્તાદ' આવ્યુ તેમાં એશ્વર્યા મજમૂદાર વિનર બની ત્યારે હું માત્ર ફિનાલેમાં જ આવ્યો હતો.''

દર વર્ષે શોમાં ડિફરન્ટ કરવાનો પ્રયાસ થાય છે આ વખતે શું યૂનિક છે?

આ વખતે જે મેન થોટ છે 'મ્યૂઝિક સે બઢેંગે હમ', તમામ બાળકોને મ્યૂઝિકનું પેશન છે. મ્યૂઝિકની સાથે સાથે તેમની જે પર્સનાલિટી છે, તેમનો જે વિચાર છે બીજી એક્ટિવીટી છે તેમાં પણ ઇનકરેજ કરવાનો છે. પેરેન્ટ્સને પણ લાગશે કે આપણુ બાળક મ્યૂઝિક જ નહીં કંઇ ને કંઇ શીખીને જ આવશે.

રિયાલિટી શોમાં વિજેતા બન્યા બાદ શું થાય છે?

એમબીએ કરીને બધા નીકળે છે ત્યારે કોઇને કોઇ કંપનીના CEO નથી બની જતા. રિયલ એક્સપિરીઅન્સ બાદ તેમની સિંગિંગમાં જે ઇમ્પ્રૂવમેન્ટ આવે છે તે બાદ તેમની પોતાની ડેસ્ટિની હોય છે. પોતાની સ્ટ્રગલ ચાલું થાય છે, કેટલાક લોકોને ઇમીડેટલી કામ મળી જાય છે, જેમાં શ્રેયા ઘોષાલ, સુનિધી ચૌહાણ જેવા નામ છે. અરીજીતે જ્યારે પાર્ટિસીપેટ કર્યુ તેના 7-10 વર્ષ બાદ તેને કામ મળતું થયું અને તે જાણીતો બન્યો. શેખરે પણ સોનું નિગમના સમયમાં સારેગામામાં પાર્ટીસિપેટ કર્યુ હતું.

X
Bollywood Singer shaan Promotion Saregamapa Lil Champs In Ahmedabad Exclusive Interview

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી