1

Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » Exclusive Chat With Sonakshi Sinha

સોનાક્ષીએ કહ્યું- કોઈ સારી વેબ સીરિઝ મળી તો જરૂર કરીશ...

Divyabhaskar.com | Last Modified - Dec 22, 2017, 06:22 PM IST

સોનાક્ષી હાલ 'હેપ્પી ભાગ જાયેંગી રિટર્ન્સ'ના શૂટિંગમાં બિઝી છે.

  • Exclusive Chat With Sonakshi Sinha

    મુંબઈ : સોનાક્ષી હાલ 'હેપ્પી ભાગ જાયેંગી રિટર્ન્સ'ના શૂટિંગમાં બિઝી છે. થોડા સમય પહેલા તેણે ફિલ્મનું શેડ્યૂલ પૂરું કરું છે. આ ફિલ્મનું આગામી શેડ્યૂલનું શૂટિંગ 1 જાન્યુઆરીથી ચીનમાં થશે. તે ઉપરાંત તેના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં 'ગોલમાલ ઈન ન્યૂયોર્ક' અને 'દંબગ 3' જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. આજના સમયમાં બોલિવૂડ એક્ટર્સ માત્ર ફિલ્મ્સ સુધી સીમિત નથી રહ્યાં. હવે પ્રોડક્શન, ડિરેક્શન અને સિંગિંગને પણ પસંદ કરે છે. હાલ અનેક એકટર્સને વેબ સીરિઝમાં પણ જોવા મળી રહ્યાં છે. સોનાક્ષી સિંહા તે એક્ટર્સમાંથી એક છે જેણે આ પ્રકારના માધ્યમમાં કામ નથી કર્યુ. તેણે કહ્યું છે કે તે આગામી સમયમાં વેબ સીરિઝમાં જોવા મળી શકે છે. પ્રસ્તુત છે તેની સાથે થયેલી ખાસ વાતચીત...

    ડિરેક્શન ? જરાય નહીં....

    સેટ પર સૌથી મુશ્કેલ કામ એક ડિરેક્ટરનું હોય છે. તેને અનેક વાતનું ધ્યાન રાખવું પડે છે. મને નથી લાગતું કે આ બધુ થશે. મારામાં એટલું પેશન્સ નથી, માટે ડિરેક્શન માટે ના છે...

    પ્રોડક્શન ? બિલ્કુલ તૈયાર છુ...

    હું તે ફિલ્મ્સને પ્રોડ્યૂસ કરવાનું પસંદ કરી જેની પર મને વિશ્વાસ છે, પરંતુ તેની માટે મેં કોઈ તૈયારી નથી કરી. તે જ્યારે થવાનું હશે ત્યારે થશે. આજે જો એક્ટ્રેસિસ, પ્રોડ્યૂસર બની છે, તે તે ફિલ્મને બનાવે છે જે તે બનાવવા માંગે છે.

    વેબ સીરિઝ? કેમ નહીં....

    આજે દરેક વ્યકિત વેબ સીરિઝ કરવા માટે તૈયાર છે. અને તેમાં સારું કામ પણ થઈ રહ્યું છે. વેસ્ટમાં તો ટીવી સીરિઝને પણ મૂવિઝની જેમ મોટા લેવલ પર બનાવવામાં આવે છે. પ્રિયંકા ચોપરા 'ક્વોન્ટિંકો'માં કામ કરી રહી છે અને સૈફ અલી ખાન 'સેક્રેન્ડ ગેમ્સ'માં. જો મને પણ સારી ઓફર મળી તો હું જરૂરથી કરીશ.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending