1

Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » sonali bendre careless behaviour for her cancer disease

બેદરકારીને કારણે વધી ગયું સોનાલી બેન્દ્રેનું કેન્સર, રિપોર્ટ્સમાં થયો ખુલાસો

Divyabhaskar.com | Last Modified - Jul 10, 2018, 11:37 AM IST

સોનાલી હાલમાં ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહી છે

  • sonali bendre careless behaviour for her cancer disease

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ ચાર જુલાઈના રોજ સોશ્યિલ મીડિયામાં ખુલાસો કર્યો હતો કે તેને હાઈ ગ્રેડ કેન્સર એટલે કે ચોથા સ્ટેજનું કેન્સર છે. સોનાલી હાલમાં ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહી છે. આ સમાચાર બાદ બોલિવૂડ અને ચાહકો એક્ટ્રેસ સોનાલી જલ્દીથી ઠીક થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. હવે, મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સોનાલીની લાપરવાહીને કારણે જ તેનું કેન્સર ચોથા સ્ટેજ સુધી પહોંચી ગયું હતું.


    શરીરમાં દુખાવો હોવા છતાંય બેદરકાર રહી સોનાલીઃ
    સોનાલીની સારવાર કરતા ડોક્ટર્સના મતે, એક્ટ્રેસને લાંબા સમયથી શરીરમાં દુખાવાની ફરિયાદ હતી પરંતુ તે તેના પર ધ્યાન આપતી નહોતી. જ્યારે દુખાવો અસહનીય થઈ ગયો ત્યારે તેની બીમારી ખતરનાક સ્ટેજ સુધી પહોંચી ગઈ હતી અને તેણે ટેસ્ટ કરાવ્યા હતાં. જેમાં કેન્સર હોવાની વાત સામે આવી હતી. જો સોનાલીએ સમયસર તપાસ કરાવી લીધી હોત તો બીમારની જાણ શરૂઆતના સ્ટેજમાં જ થઈ જાત. સોનાલીને જૂન મહિનામાં મુંબઈની હિંદુજા હેલ્થકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે તેને ગાયનેકોલોજિકલ પ્રોબ્લેમ હોવાનું સામે આવ્યું હતું.


    અક્ષય કુમાર ગયો મળવાઃ
    સોનાલી ન્યૂયોર્કની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. અક્ષય કુમાર પણ ત્યારે ન્યૂયોર્કમાં હોવાથી તે તરત જ સોનાલીને મળવા હોસ્પિટલ ગયો હતો અને સોનાલીને હિંમત આપી હતી.

    બોલિવૂડ સેલેબ્સે વધારી હિંમતઃ
    સોનાલીના કેન્સરના સમાચાર બહાર આવતા જ બોલિવૂડ સેલેબ્સે સોશ્યિલ મીડિયામાં એક્ટ્રેસ માટે પ્રાર્થના કરી હતી અને તેની હિંમત વધારી હતી. ટ


    સોનાલીએ પોસ્ટમાં કહ્યું હતું કે મેટાસ્ટેટિક કેન્સરઃ
    સોનાલી બેન્દ્રે સોશ્યિલ મીડિયામાં કરેલી પોસ્ટમાં કહ્યું હતું કે તેને મેટાસ્ટેટિક કેન્સર છે. આ કેન્સરનું ગંભીર સ્વરૂપ છે. આવી સ્થિતિમાં કેન્સર ઝડપથી શરીરની અંદર ફેલાય છે. આને ફોર્થ સ્ટેજનું કેન્સર પણ કહી સકાય છે. કેન્સર સેલ્સ શરીરના એકથી બીજા હિસ્સામાં ફેલાવવાની પ્રક્રિયાની મેટાસ્ટેટિક કહેવામાં આવે છે.


    બોલિવૂડના આ પાંચ સ્ટાર્સને ક્યારે થયું કેન્સર, કોની પાસે લીધી સારવાર ને કેવી રીતે કર્યો સામનો?

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending