ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર / અનુપમ ખેર સહિત 14 લોકો વિરુદ્ધ FIRનો આદેશ

DivyaBhaskar.com | Updated - Jan 08, 2019, 06:47 PM
court orders to file an fir against anupam kher

  • સંજય બારુના પુસ્તક પર આધારિત ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ 11 જાન્યુઆરીએ રિલીઝ થશે.
  • સંજય બારુ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘના મીડિયા સલાહકાર રહી ચૂક્યા છે.
  • ભાજપે ટ્વિટર પર ફિલ્મનું ટ્રેલર શેર કરીને વિવાદ છેડ્યો હતો. ત્યારથી કોંગ્રેસ વિરોધ કરી રહી છે.

નવી દિલ્હીઃ ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ને લઈને અભિનેતા અનુપમ ખેર એક પછી એક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ ફિલ્મ વિરુધ થયેલી જનહિત યાચિકાઓમાંથી એકની સુનાવણી કરતી વખતે બિહારની એક કોર્ટે મંગળવારે અનુપમ ખેર અને અન્ય 13 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ કર્યો. અનુપમે આ ફિલ્મમાં ડૉ. મનમોહન સિંઘની ભૂમિકા ભજવી છે. ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ આ ફિલ્મ સતત વિવાદ ઊભા કરી રહી છે.

ગૂગલ, યુટ્યુબ પરથી ટ્રેલર હટાવવાની માગ
દિલ્હી હાઈકોર્ટમાં પણ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં ટ્રેલરને ઈન્ડિયન પીનલ કોડની કલમ 416નું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું હતું. આ કલમ પ્રમાણે કોઈ જીવિત વ્યક્તિના ડુપ્લિકેટ બનાવીને ફિલ્મમાં રજૂ કરી શકાય નહીં. આ ટ્રેલરને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘ તથા ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રેસિડન્ટ સોનિયા ગાંધીની છબિ ખરડવાનો પ્રયાસ ગણાવીને તેનું ટ્રેલર ઈન્ટરનેટ પરથી હટાવવાની માગ કરવામાં આવી છે.

કોર્ટે દિલ્હીની ફેશન ડિઝાઈનર પૂજા મહાજનની યાચિકા પર સોમવારે સુનાવણી હાથ ધરતાં તેને ફગાવી દધી હતી. જસ્ટિસ વિભુ બખરુએ તેમને ડિવિઝનલ બેન્ચમાં એક જનહિત યાચિકા દાખલ કરવાની સલાહ આપી હતી.

ટ્રેલરમાં મનમોહન સિંઘની જિંદગીના ઉતાર-ચડાવ દેખાય છે

આ ફિલ્મ ડૉ. મનમોહન સિંઘના પ્રધાનમંત્રી તરીકેના પ્રથમ કાર્યકાળ પર આધારિત છે. તેમાં સોનિયા ગાંધીની ભૂમિકા જર્મન એક્ટ્રેસ સુઝેન બર્નેટ અને રાહુલના રોલમાં અર્જુન માથુર દેખાશે. આહના કુમરા પ્રિયંકા ગાંધી તથા દિવ્યા શેઠ મનમોહન સિંઘની પત્ની ગુરશરણ કૌરની ભૂમિકામાં છે.

X
court orders to file an fir against anupam kher
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App