શ્રીદેવી બાયોપિક / બોની કપૂર પત્ની શ્રીદેવીની બાયોપિક બનાવે તેવી ચર્ચા, કોપીરાઈટ મેળવવાના પ્રયાસ આદર્યા

DivyaBhaskar.com | Updated - Jan 08, 2019, 12:23 PM
boney kapoor may make a biopic on sridevi

મુંબઈ: ફેબ્રુઆરી 2018માં બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ શ્રીદેવીના અચાનક નિધને ફેન્સ-ચાહકોની સાથે તેના પરિવારજનોને મોટો આઘાત આપ્યો હતો. પત્નીના નિધન બાદ બોની કપૂર બંને દીકરી જાહન્વી અને ખુશીનું ધ્યાન રાખવાનું કામ કરી રહ્યા છે. શ્રીદેવીના નિધન બાદથી જ સોશિયલ મીડિયા પર તેમની બાયોપિક બનવા અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે હવે બોની કપૂર શ્રીદેવીની લાઈફસ્ટોરી પર કોપીરાઈટ કરાવવા માગે છે તેવા અહેવાલ સામે આવ્યા છે. જેથી આ સદગત એક્ટ્રેસના જીવન પર અન્ય કોઈપણ વ્યક્તિના બદલે તે પોતે જ જે રીતે ઈચ્છે તેમ બાયોપિક બનાવી શકે. કારણે કે પતિ તરીકે તે પોતે જ એક્ટ્રેસની બાયોપિકને સૌથીવધુ ન્યાય આપી શકે તેમ છે.

બોની કપૂર નથી ઈચ્છતો કે અન્ય કોઈ આ બાયોપિક બનાવે

અખબાર ‘ડેક્કન ક્રોનિકલ’ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અન્ય કોઈપણ વ્યક્તિ શ્રીદેવીના જીવનને ફિલ્મમાં દેખાડે એ પહેલાં આ કામ બોની કપૂર પોતે કરવા માગે છે. શ્રીદેવીના જીવન પર બાયોપિક બનાવવાનો વિચાર ઘણા ફિલ્મમેકર કરી રહ્યા છે. આ ફિલ્મમેકર્સ પોતાના વિચારોને આગળ ધપાવે તે પહેલાં જ બોની શ્રીદેવીની લાઈફ સ્ટોરીના કૉપીરાઈટ મેળવી લેવા માગે છે, જેથી તે પોતાની રીતે પત્નીના જીવન પરની બાયોપિક બનાવી શકે.

ઘણા પત્રકારો અને લેખકોએ બોની કપૂરનો સંપર્ક કર્યો હોવાના પણ અહેવાલ છે. તેમાંથી કોઈ એકની પસંદગી કરી બોની તેને શ્રીદેવીના જીવન પર લખવાનું કામ આપી શકે છે.

શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018ના દુબઈની એક હોટેલના બાથટબમાં પડી જવાના કારણે નિધન થયું હતું. શ્રીદેવી મોહિત મારવાહનાં લગ્ન અટેન્ડ કર્યાં બાદ દુબઈમાં જ રોકાયાં હતાં ત્યારે આ ઘટના બની હતી. શ્રીદેવી વગર પતિ બોની અને બંને દીકરીઓ પોતાના જીવનને આગળ વધારવાના પ્રયાસ કરી રહ્યા છે.

X
boney kapoor may make a biopic on sridevi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App