અમિતાભ બચ્ચન અને શશિ કપૂરની સુપરહિટ ફિલ્મ્સ લખી ચૂકેલા રાઈટર પાસે નથી સારવારના પૈસા, ચેરિટી હોસ્પિટલમાં છે, પાંચ વર્ષથી કેન્સરથી રિબાય છે

bollywood writer brij katyal worked with amitabh bachchan, late shashi kapoor and neena gupta

divyabhaskar.com

Sep 09, 2018, 12:00 PM IST

મુંબઈઃ ફિલ્મ 'પાકિઝા'ની એક્ટ્રેસ ગીતા કપૂર તો ફિલ્મ રસિયાઓને યાદ છે. તેમનું નિધન મુંબઈના એક વૃદ્ધાશ્રમમાં થયું હતું. તેમના સંતાનો તેમને હોસ્પિટલમાં મૂકીને ભાગી ગયા હતાં. તેમની પાસે સારવાર કરાવવાના પૈસા નહોતાં. હવે, ફરી એકવાર ગ્લેમર વર્લ્ડની કાળી બાજુ સામે આવી છે. જાણીતા રાઈટર બ્રિજ કત્યાલ આજકાલ ચેરિટી હોસ્પિટલમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અનેક સુપરહિટ ફિલ્મ્સના રાઈટર 85 વર્ષીય બ્રિજ કત્યાલને કોઈ સંતાન નહોતું. તેમણે એક દીકરાને દત્તક લીધો હતો અને આજે આ જ દીકરો બ્રિજ કત્યાલની કોઈ દેખરેખ રાખી રહ્યો નથી. છેલ્લાં પાંચ વર્ષથી કેન્સર સામે ઝઝૂમતા કત્યાલની પાસે પૈસા નથી.


ચેરિટી હોસ્પિટલમાં કત્યાલઃ
બ્રિજ કત્યાલે પોતાની મહેનતથી કમાયેલી તમામ સંપત્તિ દીકરાના નામે કરી દીધી હતી. તેમણે ખંડાલા, કાંદિવલી તથા ભાયંદર વિસ્તારના આવેલા મકાનો દીકરા તથા પૌત્ર-પૌત્રીઓને નામે કરી દીધા છે. બ્રિજ કત્યાલ પોતાના પૌત્ર-પૌત્રીને ઘણો જ પ્રેમ કરે છે. તેઓ દીકરા સાથે પણ ઘણાં જ એટેચ્ડ છે. પરિવારની સાથે રહેવા માંગતા હતાં પરંતુ દીકરા-વહુએ સાથે રાખવાની ના પાડી દીધી હતી. મજબૂરીને કારણે તેઓ ભાયંદરના ફ્લેટમાં એકલા રહેતા હતાં. તેમની દેખરેખ લક્ષ્મણ નામનો છોકરો કરે છે અને તે સાથે છે. ભાયંદરમાં તેઓ એક્ટિંગ એકેડમી ચલાવતા હતાં. શાંતિ અવેદાના સદનમાં એડમિટ થતા પહેલાં બ્રિજ કત્યાલ 'મહક' નામની ફિલ્મ લખી રહ્યાં હતાં.


નીના ગુપ્તાએ કહી આ વાતઃ
નીના ગુપ્તાએ કહ્યું હતું, ''અમે લોકો એમને સમજાવતા રહ્યાં કે એક ઘર વેચીને સારવારના પૈસા ભેગા કરે પરંતુ તેમણે તમામ સંપત્તિ દીકરાને નામે કરી દીધી. આજે તેમની હાલત એટલી ખરાબ છે કે ચેરિટી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડે છે. તેમને પાંચ વર્ષ પહેલાં રેક્ટલ કેન્સર થયાનું નિદાન થયું હતું. ઘર વેચીને પૈસા ભેગા કર્યાં હોત તો તેમની સારવાર શક્ય હતી.''


વહુએ કહી આ વાતઃ
બ્રિજ કત્યાલની વહુએ ટેલિફોન પર કહ્યું હતું કે બ્રિજજીની હાલત ઘણી જ ગંભીર છે. તેઓ હવે બોલી પણ શકતા નથી. તેઓ તેમના તરફથી બેસ્ટ કરી રહ્યાં છે.


એક્ટ્રેસ નીના ગુપ્તાએ શૅર કરી તસવીરઃ
નીના ગુપ્તાએ બ્રિજ કત્યાલની એક તસવીર ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. આ ફોટોમાં બ્રિજને ઓળખવો પણ મુશ્કેલ છે. બીમારીને કારણે તેમની હાલત ઘણી જ ખરાબ થઈ ગઈ છે. નીનાએ કહ્યું હતું કે ગ્લેમર વર્લ્ડની ઝાકમજોળખી દૂર એક રાઈટર આજકાલ ગરીબીની વચ્ચે હોસ્પિટલમાં સારવાર કરાવે છે. એક સમયે સુપરહિટ હિટ ફિલ્મ્સ તથા શો લખી ચૂકેલા રાઈટર પાસે આજે સારવારના પૈસા નથી. તેમની સારવાર ચેરિટી હોસ્પિટલ શાંતિ અવેદન સદનમાં થાય છે. ફોટો શૅર કરીને લખ્યું, 'A free of charge hospic called shanti avedna sadan at mountmary thank u for looking after my writer friend brij katyal who wrote saaans for me .a beautiful human being but see inspite of seeing so many movies and listening to wise words that don’t give everything away to anyone before u die we do the same mistakes and then suffer . Lecture nahin hai samne ki sachchai hai'.


એક સાથે કર્યું હતું કામઃ
નીના ગુપ્તા તથા બ્રિજે 'સાંસ'માં સાથે કામ કર્યું હતું. આ સીરિયલની સ્ટોરી બ્રિજે લખી હતી અને નીના લીડ રોલમાં હતી. શશિ કપૂરની 'જબ જબ ફૂલ ખિલે', અમિતાભ બચ્ચનની 'અજૂબા', 'યે રાત ફિર ના આયેંગી', 'વિશ્વાસ' જેવી ફિલ્મ્સની સ્ક્રિપ્ટ લખી છે. છેલ્લે તેમણે કોમેડી શો 'આશિક બીવી કા' લખ્યો હતો.

બોલિવૂડ સેલેબ્સ જીવે છે ગ્લેમરની ચમક-દમકવાળી લાઈફ-સ્ટાઈલ, જ્યારે ભાઈ-બહેન છે લાઈમ-લાઈટથી દૂર

X
bollywood writer brij katyal worked with amitabh bachchan, late shashi kapoor and neena gupta
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી