મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું 24મીએ રાતે દુબઈમાં નિધન થઇ ગયું. 54 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકથી તેમનું નિધન થઇ ગયું છે. જે વખતે તેમણે અંતિમ શ્વાસ લીધો, ત્યારે તેઓ તેમના ભાણા મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા દુબઈ પહોંચ્યાં હતાં. શ્રીદેવીના નિધન ઉપર બોલિવૂડ સ્ટાર્સે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. સૌથી પહેલાં ટ્વિટ અમિતાભ બચ્ચનની આવી, જેમણે શ્રીદેવીનાં ડેથની પૃષ્ટી તો નથી કરી, પરંતું તેમના શબ્દ ઘણું કહી રહ્યા હતાં. અમિતાભ બચ્ચને ટ્વિટર ઉપર લખ્યું, 'ન જાને ક્યો, એક અજીબ ઘબરાહટ હો રહી હૈ'.
બિગ બીએ રાત્રે કર્યાં હતાં ત્રણ ટ્વિટઃ
શનિવાર (24 ફેબ્રુઆરી)ની રાત્રે અમિતાભ બચ્ચને ત્રણ ટ્વિટ કર્યાં હતાં. પહેલી ટ્વિટ એક વાગે કરી હતી, જેમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટી-20 મેચ જીતવા પર ભારતીય ટીમને શુભકામના પાઠવી હતી. ત્યારબાદ 1 વાગીને 13 મિનિટ પર એક પુસ્તક વિમોચન સમારંભની તસવીર શૅર કરી હતી. બિગ બીએ રાત્રે અંતિમ ટ્વિટ 1.15એ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું, 'ન જાને ક્યૂ અજીબ સી ઘબરાહટ હો રહી હૈં' ત્યારબાદ એક્ટ્રેસ શ્રીના નિધનના સમાચાર આવી ગયા હતાં. થોડાં સમય બાદ બોનીના ભાઈ સંજય કપૂરે શ્રીના અવસાનની વાતની પૃષ્ટિ કરી હતી.
બોલિવૂડ શોકમાંઃ
પ્રિયંકા ચોપરાએ પણ પોતાની ટ્વિટમાં શ્રીદેવીના નિધન ઉપર શોક વ્યક્ત કરીને જણાવ્યું કે 'શું કહું, શ્રદ્ધાજલિ. અમે બધા જ શ્રીદેવીને પ્રેમ કરતાં હતાં. RIP'
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ બોલિવૂડ સ્ટાર્સના ટ્વિટ્સ.......
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.