અરજીત સિંહે 2018માં કરી 43 કરોડની કમાણી તો ગુજરાતી સિંગર અમિત ત્રિવેદી કમાયો 25 કરોડ

ફોર્બ્સ ઈન્ડિયાએ 2018માં સૌથી વધુ કમાણી કરનારા ટોપ 100 સેલેબ્સનું લિસ્ટ બહાર પાડ્યું છે

divyabhaskar.com | Updated - Dec 05, 2018, 04:48 PM
arijit singh earned more than aishwarya rai and shahid kapoor

મુંબઈઃ ફોર્બ્સ ઈન્ડિયાએ 2018માં સૌથી વધુ કમાણી કરનારા ટોપ 100 સેલેબ્સનું લિસ્ટ બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં સતત ત્રીજા વર્ષે સલમાન ખાન ટોચ પર છે. આ લિસ્ટમાં સલમાન ખાન સામે બાથ ભીડનાર સિંગર અરજીત સિંહ 43.32 કરોડ રૂપિયાની કમાણી સાથે 18માં રૅન્ક પર છે. એટલે કે રોજના 11 લાખ 86 હજાર કમાય છે. અરજીત સિંહ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય 16.83 કરોડ અને શાહિદ કપૂર 17.17 કરોડથી પણ વધુ કમાણી કરી છે.


આ સિંગર્સ પણ છે ટોપ 100ના લિસ્ટમાં:

રૅન્ક સેલેબ્સનું નામ કમાણી(કરોડોમાં)
11 એ આર રહેમાન 66.75
18 અરજીત સિંહ 43.32
22 શંકર અહેસાન લોય 32.46
31 અમિત ત્રિવેદી 25.28
43 વિશાલ શેખર 19.04
45 દિલજીત દોસાંજ 18.5
46 સોનુ નિગમ 18.46
51 મિકા સિંહ 17.4
61 સલીમ સુલેમાન 16.32

63

બાદશાહ 15.94

સલમાન સાથે થયો હતો વિવાદઃ
જાન્યુઆરી, 2014માં સ્ટાર ગિલ્ટ એવોર્ડ્સમાં સલમાન ખાન તથા રિતેશ દેશમુખ હોસ્ટ હતાં. અરજીત સિંહને 'આશિકી 2'ના 'તુમ હી હો..'ના ગીત માટે એવોર્ડ મળ્યો હતો. અરિજીત જ્યારે એવોર્ડ લેવા ગયો ત્યારે સ્ટેજ પર ગયો. આ સમયે સલમાન ખાને કમેન્ટ્સ કરી હતી કે ''ક્યા યાર, આપકા સિંગર સો કર આ રહા હૈં..' આના જવાબમાં અરજીત સિંહે કહ્યું હતું કે તમે લોકોએ જ સૂવડાવી દીધો હતો. આ વાત સલમાનને સહેજ પણ ગમી નહોતી. અરજીત સિંહે તે જ સમયે સલમાનની માફી માંગી હતી પરંતુ સલમાને તે વાત કાને ધરી નહોતી. ત્યારબાદ સલમાન પોતાની એક પણ ફિલ્મમાં અરજીત સિંહ પાસે ગીત ગવડાવતો નથી. 'કિક' માટે અરજીત સિંહે ગીત ગાયું હતું પરંતુ સલમાને તે કઢાવી નાખ્યું હતું. ત્યારબાદ 'બજરંગી ભાઈજાન'માં પણ અરજીત સિંહે એક ગીતમાં પોતાનો સ્વર આપ્યો હતો અને સલમાને આ ગીત પણ કઢાવી નાખ્યું હતું. 'સુલ્તાન' માટે અરજીતે 'જગ ઘુમયા લાગે..' ગાયું હતું. ફેસબુક પર અરજીત સિંહે સલમાન ખાન પાસે માફી માંગી હતી અને કહ્યું હતું કે 'સુલ્તાન'માંથી 'જગ ઘુમયા..' ગીત કાઢે નહીં. જોકે, અરજીત સિંહને બદલે સલમાન ખાને રાહત ફતેહ અલી પાસે આ ગીત રેકોર્ડ કરાવ્યું હતું. સલમાન તથા અરજીત સિંહ વચ્ચે અણબનાવ હોવાને કારણે સિંગરે અનેક સારા સોંગ્સ ગુમાવ્યા છે.

લહેંગામાં 'દેસી ગર્લ'એ માતૃભાષામાં લખાવ્યું પતિ-પેરેન્ટ્સનું નામ, જાપાનથી મંગાવ્યા હતાં મોતી

X
arijit singh earned more than aishwarya rai and shahid kapoor
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App