બીમાર દિલીપ કુમાર કોઈને પણ નથી ઓળખી શકતા, સાથે કામ કરી ચૂકેલા ડિરેક્ટરે કહ્યું, ''હાલત જોઈને આવે છે રડવું''

ભગવાનને બસ એટલી પ્રાર્થના કે દિલીપ કુમાર કોઈ પણ તકલીફ વગર જતા રહેઃ ડિરેક્ટર

divyabhaskar.com | Updated - Oct 10, 2018, 12:37 PM
દિલીપ કુમાર-સાયરાબાનુ
દિલીપ કુમાર-સાયરાબાનુ

મુંબઈઃ બોલિવૂડ ડિરેક્ટર સુભાષઘાઈએ કહ્યું હતું કે ઈન્ડિયન સિનેમાના શહેનશાહ દિલીપ કુમારને જોઈને હવે રડવું આવે છે. 9 ઓક્ટોબરના રોજ એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સુભાષ ઘાઈએ કહ્યું હતું કે 95 વર્ષીય દિલીપ કુમારની સ્થિતિ ઘણી જ નબળી છે. દિલીપ કુમારની વાત કરતાં કરતાં સુભાષ ઘાઈ ભાવુક થઈ ગયા હતાં. તેમણે કહ્યું હતું કે તે દિલીપ કુમારને ઘણો જ પ્રેમ કરે છે અને તેમને બીજીવાર મળવા માટે મન માનતું નથી. તેમને તે આ હાલતમાં જોઈ શકે તેમ નથી. તેમને જોઈને હવે રડવું આવે છે. તેઓ 20-22 વર્ષથી એકબીજાને ઓળખે છે. તે દિલીપ કુમારને ભાઈ જેવા માને છે અને દિલીપ કુમાર હવે કોઈને ઓળખી શકતા નથી. દિલીપ કુમારને 11 ઓક્ટોબરના રોજ રજા આપવામાં આવશે.


ભગવાનને પ્રાર્થના કોઈ પણ તકલીફ વગર જતા રહેઃ
સુભાષ ઘાઈએ આગળ કહ્યું હતું કે દિલીપ કુમાર ઈન્ડિયન સિનેમાના શહેનશાહ છે અને આજે કંઈ પણ કરવા અસમર્થ છે. તે ભગવાનને પ્રાર્થના કરે છે કે તે શાંતિપૂર્વક કોઈ પણ જાતની તકલીફ વગર જાય. તેમણે ફિલ્મ્સ માટે જે પણ કર્યું છે, તેને કારણે શહેનશાહ તરીકે ઓળખાશે. કારણ કે શહેનશાહને બીજા રાજા ફોલો કરે છે. તેમના પ્રભાવમાં 11 દિલીપ કુમાર આવ્યા છે, જે આજે સુપરસ્ટાર છે. તે પોતાનામાં એક સંસ્થા છે. નોંધનીય છે કે સુભાષ ઘાઈએ દિલીપ કુમાર સાથે 'સૌદાગર', 'કર્મ', 'વિધાતા' જેવી ફિલ્મ્સ બનાવી હતી.


મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલઃ
દિલીપ કુમાર હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. તેમને ન્યૂમોનિયા થયો છે. દિલીપ કુમારે ટ્વિટર હેન્ડલ પર આની માહિતી આપી હતી. આઠ ઓક્ટોબરે લખ્યું હતું, '' ગઈ રાત્રે દિલીપ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. તેમને ન્યૂમોનિયા છે. દુઆ કરો. તમને આગળની અપડેટ આપવામાં આવશે.''

11 ઓક્ટોબરે આપવામાં આવશે રજાઃ

X
દિલીપ કુમાર-સાયરાબાનુદિલીપ કુમાર-સાયરાબાનુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App