Home » Bollywood » Bollywood News » Bollywood Buzz » bollywood comedian rajpal yadav married twice and second wife is gujarati

47ની ઉંમરમાં ત્રીજી દીકરીનો પિતા બન્યો કોમેડિયન રાજપાલ યાદવ, નવરાત્રિના પહેલાં દિવસે બીજી પત્નીએ આપ્યો જન્મ

Divyabhaskar.com | Updated - Oct 11, 2018, 12:20 PM

9 વર્ષ નાની NRI ગુજરાતી યુવતીને પરણ્યો છે રાજપાલ યાદવ, વર્ષ પહેલાં મોટી દીકરીના કર્યાં હતાં લગ્ન

  • bollywood comedian rajpal yadav married twice and second wife is gujarati
    ડાબે, બીજી પત્ની રાધા, દીકરી હની સાથે રાજપાલ, પહેલી દીકરી જ્યોતિ સાથે રાજપાલ

    મુંબઈઃ કોમેડિયન તથા એક્ટર રાજપાલ યાદવ 47 વર્ષની ઉંમરમાં ત્રીજીવાર પિતા બન્યો છે. નવરાત્રિના પહેલાં જ દિવસે રાજપાલની બીજી પત્ની રાધાએ દીકરીને જન્મ આપ્યો છે. રાજપાલે સોશ્યિલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કરી હતી, ''મારી નાની દીકરી હની હવે મોટી બહેન બની ગઈ છે. નવરાત્રિના પાવન અવસર પર અમને એક દીકરી થઈ'' રાજપાલ યાદવે બે લગ્ન કર્યાં છે. રાજપાલની પહેલી પત્ની કરૂણા (હવે આ દુનિયામાં નથી)થી એક દીકરી જ્યોતિ છે. 20ની ઉંમરમાં જ્યોતિના લગ્ન 2017માં કરાવી દીધા હતાં. જ્યોતિનો પતિ બેંકમાં કામ કરે છે. માતાના નિધન બાદ જ્યોતિ 15 વર્ષ ગામડે રહી હતી. જોકે, લગ્ન પહેલાંના પાંચ વર્ષથી તે પિતા સાથે મુંબઈ રહેતી હતી. રાજપાલે 2003માં રાધા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરી હની હતી. હવે બીજી દીકરીને જન્મ આપ્યો છે.


    10 મહિના વાતચીત કરી અને પછી કર્યાં લવમેરેજઃ
    રાજપાલ યાદવની પત્ની રાધા તેનાથી 9 વર્ષ નાની છે. મૂળ ગુજરાતી રાધા કેનેડાની રહેવાસી છે. આ વાતનો ખુલાસો રાજપાલે પોતે જ કર્યો હતો. 2002માં રાજપાલ ફિલ્મ 'ધ હિરોઃ લવ સ્ટોરી ઓફ સ્પાય'ના શૂટિંગ માટે કેનેડા ગયો હતો. ત્યાં કોમન ફ્રેન્ડ પ્રવીણ ડાબસેએ તેમની મુલાકાત કરાવી હતી. રાજપાલ કેનેડા માત્ર 10 દિવસ માટે આવ્યો હતો પરંતુ રાધા તથા રાજપાલને એમ લાગતું હતું કે બંને છેલ્લાં 10 વર્ષથી એકબીજાને ઓળખે છે. રાધાને લાગ્યું કે તે રાજપાલ સાથે સહજતાથી જીવન પસાર કરી શકશે. આ પહેલાં રાધાએ રાજપાલને ફિલ્મ 'જંગલ'માં જોયો હતો. બન્ને લગભગ 10 મહિના સુધી ફોન પર વાત-ચીત કરી હતી અને પછી રાધાએ ઈન્ડિયામાં શિફ્ટ થવાનો નિર્ણય લીધો. શિફ્ટ થયા બાદ 10 જુન 2003માં લગ્ન કરી લીધા હતા. રાજપાલની હાઈટ 5.2 ઈંચની છે, જ્યારે રાધાની હાઈટ 5.3 ઈંચ છે.


    રાજપાલ યાદવે 1999માં 'દિલ ક્યા કરે'થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. નાના-નાના રોલ કરીને રાજપાલે પોતાનું અલગ સ્થાન જમાવ્યું છે.

    બોલિવૂડ એક્ટ્રેસ રેખાને છે છ-છ બહેનો, પાંચ સાવકી અને એક સગી

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ