તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજા દિવસે 'કૃષ્ણા રાજ' બંગલો આવ્યા બોલિવૂડ સેલેબ્સ, કપૂર પરિવારને આપી સાંત્વના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાબે, સુનીલ શેટ્ટી, અથિયા, શેિલ્પા શેટ્ટી - Divya Bhaskar
ડાબે, સુનીલ શેટ્ટી, અથિયા, શેિલ્પા શેટ્ટી

મુંબઈઃ કપૂર પરિવારના વડીલ કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરે સોમવારે(પહેલી ઓક્ટોબર) નિધન થયું હતું. બીજા દિવસે એટલે કે બીજી ઓક્ટોબરના રોજ બોલિવૂડ સેલેબ્સ કૃષ્ણા-રાજ બંગલો પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા આવ્યા હતાં. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન વ્હાઈટ આઉટફિટમાં રેડ લિપસ્ટિક તથા ચશ્મામાં જોવા મળી હતી. તો શિલ્પા શેટ્ટી કોઈ પાર્ટીમાં આવી હોય તેમ હસી-હસીને પોઝ આપતી જોવા મળી હતી.


જોવા મળ્યાં આ સેલેબ્સઃ
કૃષ્ણા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સુનિલ શેટ્ટી દીકરી અથિયાની સાથે આવ્યો હતો. આ સિવાય મહિપ કપૂર, આકાંક્ષા શર્મા, શિલ્પા આનંદ, હિરૂ જોહર, વરૂણ ધવનની માતા કરૂણા ધવન સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. આ સિવાય રીષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર પતિ ભરત સહાની તથા દીકરી સાથે જોવા મળી હતી. કરિશ્મા, કરિના કપૂર, બબિતા પણ જોવા મળ્યાં હતાં.


ના આવ્યો રીષિનો પરિવારઃ
રીષિ કપૂર અમેરિકામાં સારવાર કરાવવા ગયો છે. તેની સાથે પત્ની નીતુ તથા દીકરો રણબિર કપૂર પણ છે. પહેલાં ચર્ચા હતી કે દાદીનાં અંતિમ સંસ્કાર સમયે રણબિર કપૂર આવશે પરંતુ તે આવી શક્યો નહોતો. બીજા દિવસે પણ રણબિર મુંબઈ આવ્યો નહોતો.


(જુઓ, બીજા દિવસે કપૂર પરિવારને સાંત્વના આપતા બોલિવૂડ સેલેબ્સ.....)

 

કૃષ્ણા રાજ કપૂરની અંતિમ યાત્રામાં બોલિવૂડ વિલન ડેની મળ્યો જોવા, વધતી ઉંમરને કારણે ઓળખવો બન્યો મુશ્કેલ