Home » Bollywood » Bollywood News » Bollywood Buzz » akshay kumar son aarav studied in london

ભારતમાં બેસીને લંડનમાં ભણતા દીકરા પર નજર રાખે છે ટ્વિંકલ, ફોટો શૅર કરીને કહ્યું, ''ભારતીય માતાઓ બાળકોની આસપાસ રહેવાનો જુગાડ કરી જ લે છે''

Divyabhaskar.com | Updated - Nov 08, 2018, 03:35 PM

હાલમાં જ કાજોલની એક ફિલ્મ આવી હતી, 'હેલિકોપ્ટર ઈલા'.

 • akshay kumar son aarav studied in london

  મુંબઈઃ હાલમાં જ કાજોલની એક ફિલ્મ આવી હતી, 'હેલિકોપ્ટર ઈલા'. આ ફિલ્મમાં સિંગલ મધર તરીકે કાજોલ હતો અને તે પોતાના દીકરાને લઈને ઓવર પઝેસિવ હતી. તે સતત દીકરાની આસપાસ જોવા મળતી હતી. લાગે છે કે અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના પણ આવી જ મોમ છે. અક્ષય કુમાર-ટ્વિંકલનો દીકરો આરવ ઈંગ્લેન્ડમાં ભણે છે. ટ્વિંકલે હાલમાં જ સોશ્યિલ મીડિયામાં એ વાત સાબિત કરી કે તે બાળકો પર સતત નજર રાખતી મોમ છે. હાલમાં જ તેણે એક ફોટો ટ્વિટ કર્યો હતો. આ તસવીર ઈંગ્લેન્ડની છે, જેમાં આરવનો ચહેરો જોવા મળે છે અને તેની પાછળ એક મોટી બિલ્ડિંગ છે, જેના પર ટ્વિંકલ લખેલું છે. આ તસવીર પોસ્ટ કરીને ટ્વિંકલને લખ્યું છે,''એક સારી ભારતીય માતા પોતાના દીકરાના જીવનમાં દરેક સમયે હાજર રહેવા માટે કોઈને કોઈ ઉપાય શોધી જ લે છે...''#નમસ્તે બેટાજી#ઈંગ્લેન્ડ. જોકે, ટ્વિંકલે આ ટ્વિટ માત્ર મજાકમાં કરી હતી. તે પોતાના દીકરાને ઘણી જ મિસ કરે છે. 14 સપ્ટેમ્બરના રોજ જ્યારે આરવનો 16મો જન્મદિવસ હતો ત્યારે ટ્વિંકલે ઈમોશનલ ટ્વિટ કરી હતી, ''15 બર્થડે સાથે મનાવ્યા બાદ આ પહેલો જ બર્થડે છે, જ્યારે આપણે સાથએ નથી. હું બર્થડે બોયને ઘણો જ મિસ કરું છું...''

  બાળકોની સેફ્ટીને લઈને ચિંતામાં હોય છે ટ્વિંકલઃ
  સપ્ટેમ્બર મહિનામાં ટ્વિંકલ ખન્નાની નવી બુક 'પાયઝામાઝ આર ફોરગિવિંગ'ને લોન્ચ કરવામાં આવી ત્યારે એક્ટ્રેસ કરિયર તથા ફેમિલી અંગે વાત કરી હતી. ટ્વિકંલે કહ્યું હતું કે તે સમયમાં તે સાયકલ ચલાવતા હતા, ટ્રેનમાં બેસીને ખુશ થતા હતાં અને પાડોશીઓના ઘરમાં સમય વીતાવતા હતાં. તેને એ વાતનો ડર છે કે બાળકોની ઓળખ છતી થઈ જશે તો તેમની સુરક્ષાને અસર થઈ શકે છે. તે હંમેશા સંતાનોને લાઈમ-લાઈટથી દૂર રાખવાનો પ્રયાસ કરે છે. જ્યાં બીજા સ્ટારકિડ્સ ફોટો ક્લિક કરાવતા જોવા મળે છે. ત્યાં ટ્વિંકલને લાગે છે કે આમ કરવું બાળકો માટે ખતરનાક છે. ટ્વિકંલ-અક્ષયને દીકરો આરવ તથા દીકરી નિતારા છે.

  ચાર વર્ષથી શીખે છે માર્શલ આર્ટ્સઃ
  પાપા અક્ષય કુમારની જેમ જ આરવને પણ માર્શલ આર્ટ્સ ગમે છે. તે ચાર વર્ષથની પ્રેક્ટિસ કરે છે. આરવ કુડો ઓકિનાવા તથા ગુજો રયૂ કરાટેમાં ફર્સ્ટ ડિગ્રી બ્લેક બેલ્ટ ધરાવે છે.

  કરે છે ચેરિટીઃ
  જે રીતે અક્ષય કુમાર ચેરિટી માટે જાણીતો છે.તે જ રીતે આરવ પણ ચેરિટી કરતો રહેતો હોય છે.તે કપડાંથી લઈને પોતાના રમકડાં ચેરિટીમાં આપતો હોય છે.

  જ્યારે પીએમ મોદીએ ખેંચ્યાં હતાં કાનઃ
  ફેબ્રુઆરી, 2016માં અક્ષય કુમારે એક ફોટો શૅર કર્યો હતો, જેમાં પીએમ મોદી આરવના કાન ખેંચતા જોવા મળ્યાં હતાં. અક્ષયે ફોટોની સાથે કેપ્શન આપ્યું હતું, ''એક પિતાના જીવનની પ્રાઉન્ડ મોમેન્ટ, જ્યારે પ્રધાનમંત્રી તમારા દીકરીના કાન ખેંચે અને કહે કે તે એક સારો દીકરો છે.''

  ‘હું રોજ સવારે 4 વાગે ઉઠું છું, આજસુધી એકપણ દિવસ એવો નથી થયો જ્યારે મે સૂર્યોદય ના જોયો હોય, ફિલ્મ ‘2.0’ના ટ્રેલર લોન્ચ પર અક્ષય કુમારે જણાવ્યું કેવી રીતે પડી આ ટેવ

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ