દુબઈમાં અહીંયા રાખવામાં આવ્યો છે શ્રીદેવીનો પાર્થિવ દેહ, બહાર ચાહકોની ભીડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુબઈ/મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના નિધનને 44 કલાકથી વધુ સમય થઈ ગયો છે પરંતુ એક્ટ્રેસનો પાર્થિવ દેહ હજી સુધી ભારત આવી શક્યો નથી. ફોરેન્સિકનો ફાઈનલ રિપોર્ટ ના આવ્યો હોવાને કારણે શ્રીદેવીનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો નથી. હાલમાં શ્રીદેવીનો પાર્થિવ દેહ દુબઈના Al Qusaisમાં આવેલા પોલીસ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યો છે. ડિપાર્ટમેન્ટની બહાર ચાહકો શ્રીદેવીના અંતિમ દર્શન થઈ શકે તે માટે સવારથી ઉભા છે તેવી તસવીરો દુબઈની સ્થાનિક વેબસાઈટમાં પ્રકાશિત કરવામાં આવી છે.  


ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આ છ કાર્યવાહી કરવામાં આવશેઃ

1. ફોરેન્સિક રિપોર્ટ્સ આવ્યા બાદ, પાર્થિવ દેહને દુબઈના Muhaisnaમાં લઈ જવામાં આવશે. અહીંયા પાર્થિવ દેહને ભારત મોકલવામાં 90 મિનિટનો સમય લાગશે.

2. પોલીસ ડેથ સર્ટિફિકેટ ઈશ્યૂ કરશે.

3. દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસ શ્રીદેવીનો પાસપોર્ટ કેન્સલ કરશે.

4. ઈમિગ્રેશન પોતાનું તમામ પ્રક્રિયા પૂર્ણ કરશે.

5. સરકારી વકીલ પાર્થિવ દેહ પરિવારને સોંપવાની પરવાનગી આપશે.

6. પ્રાઈવેટ જેટથી પાર્થિવ દેહ ભારત આવવા રવાના થશે. 


(જુઓ, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની બહાર શ્રીદેવીનાં અંતિમ દર્શન માટે ઉભા રહેલાં ચાહકો....)

અન્ય સમાચારો પણ છે...