'હવા હવાઈ ગર્લ' શ્રીદેવીના બાળપણથી લઈ અત્યાર સુધીની તસવીરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું હાર્ટ એટેકથી દુબઇમાં નિધન થયુ છે. 54 વર્ષની શ્રીદેવી પતિ બોની કપૂર અને નાની દીકરી ખુશી સાથે રવિવારે દુબઇમાં મોહિત મારવાહના લગ્નમાં 

સામેલ થવા ગઇ હતી. શ્રીદેવીના અચાનક મોતના સમાચારથી બોલિવૂડ સહિત તેના ફેન્સ આઘાતમાં સરી પડ્યા છે. જાણકારી અનુસાર શ્રીદેવી મુંબઇ સ્તિત ઘરે નજીકના લોકો આવી 

પહોચ્યા છે, ફિલ્મ 'ધડક'ના શૂટિંગ કાર્યક્રમને કારણે જ્હાનવી ફેમિલી સાથે દુબઇ જઇ શકી નહતી.

 

અંતિમ વખત આ ફિલ્મમાં જોવા મળી હતી શ્રીદેવી

 

કેટલીક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી શ્રીદેવીની અંતિમ ફિલ્મ 'મોમ' આવી હતી. આ પહેલા તે 2012માં આવેલી ફિલ્મ 'ઇંગ્લિશ વિંગ્લિશ'માં નજરે પડી હતી.1983માં આવેલી ફિ્લમ 

'હિમ્મતવાલા'એ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. તે બાદ તેને ક્યારેય પાછળ ફરીને જોયુ નથી.

 

કેટલીક સુપરહિટ ફિલ્મોમાં કર્યુ છે કામ

 

શ્રીદેવીએ 'સોલહવાં સાવન' (1978), 'હિમ્મતવાલા' (1983), 'મવાલી' (1983), 'તોહફા' (1984), 'નગીના' (1986), 'ઘર સંસાર' (1986), 'અંતિમ રાસ્તા' (1986), 'કર્મા' (1986), 

'મિ.ઇન્ડિયા' (1987), લાડલા સહિત આશરે 300 ફિલ્મોમાં કામ કર્યુ છે. શ્રીદેવીએ ફિલ્મ પ્રોડ્યૂસર બોની કપૂર સાથે 1996માં લગ્ન કર્યા હતા. બન્નેની લવસ્ટોરી ફિલ્મ 'મિ.ઇન્ડિયા' (1987)ના શૂટિંગ દરમિયાન શરૂ થઇ હતી. શ્રીદેવીએ પોતાના ફેન્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને ચોકાવતા પ્રોડ્યૂસર બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા.

 

આગળની સ્લાઇડમાં જુઓ, શ્રીદેવીની બાળપણથી લઇને અત્યાર સુધીની તસવીરો...

અન્ય સમાચારો પણ છે...