ન્યૂયોર્કમાં કેન્સરની સારવારમાંથી સમય કાઢીને સોનાલી બેન્દ્રે પહોંચી બુકસ્ટોરમાં

બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હાલમાં ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહી છે.

divyabhaskar.com | Updated - Aug 10, 2018, 10:47 AM
bollywood actress sonali bendre took break from cancer treatment and read books

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હાલમાં ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહી છે. સોનાલીને હાઈ ગ્રેડ કેન્સર એટલે કે ચોથા સ્ટેજનું કેન્સર છે. ન્યૂયોર્કમાં સોનાલી પતિ ગોલ્ડી બહલ તથા પુત્ર રણવીર સાથે છે. સોશ્યિલ મીડિયામાં સોનાલી સતત પોતાની તસવીરો પોસ્ટ કરતી હોય છે. હાલમાં જ સોનાલીએ કેન્સરની સારવારની વચ્ચે બુક સ્ટોરમાં જઈને બુક્સ વાંચી હતી. આ તસવીર સોનાલીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કરી હતી. કિમોથેરાપીને કારણે સોનાલીએ પોતાના બધા જ વાળ કઢાવી નાખ્યા છે અને તેથી જ સોનાલીએ વાળ પર કપડું બાંધ્યું છે અને ટોપી પહેરી છે. તસવીર શૅર કરીને સોનાલીએ લખઅયું, ''હેપ્પી બુક લવર્સ..'' નોંધનીય છે કે નવ ઓગસ્ટના રોજ બુક લવર્સ ડે હતો.


ફ્રેન્ડશીપ ડે પર શૅર કરી ઈમોશનલ પોસ્ટઃ
સોનાલી બેન્દ્રે તસવીર શૅર કરીને પોસ્ટ કર્યું હતું, ''આ હું જ છું. આ ક્ષણે હું ઘણી જ ખુશ છું. લોકોને જ્યારે હું આ વાત કરું છું, ત્યારે તેઓ વિચિત્ર નજરે જોતા હોય છે પરંતુ આ વાચ સાચી છે અને હું કહું છું કેમ હું અત્યારે ઘણી જ ખુશ છું. હાલમાં દરેક ક્ષણે મારું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હું દરેક ક્ષણને આનંદથી માણતા શીખું છું. હા, અત્યારે કેટલીક ક્ષણો દુઃખની છે, મારામાં એનર્જી રહી નથી પરંતુ મને જે ગમે છે તે જ કરું છું. મારા મનગમતા લોકો સાથે સમય પસાર કરું છું. હું મારા મિત્રોનો ઘણો જ આભાર માનીશ કે તેઓ મારી સ્ટ્રેન્થ બન્યા છે. આટલા વ્યસ્ત શિડ્યૂઅલમાં પણ તેઓ મારા માટે સમય કાઢીને મને મળવા આવે છે, ફોન કરે છે, મેસેજ કરે છે. ટૂંકમાં તેઓ એક પણ ક્ષણ મને એકલતા લાગે તેવું ઈચ્છતા નથી. આ જ સાચી મિત્રતા છે. #HappyFriendshipDay, તમારા જેવા મિત્રોને કારણે જીવન સુધી બન્યું( જે આ ફોટોઝમાં નથી તે પણ, તેમને ખ્યાલ છે કે તેઓ કોણ છે..)..''


કરી હળવી મજાકઃ
ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સોનાલીએ પોતાને વાળ ના હોવાની વાતને પણ હળવાશ લઈને મજાક કરતાં કહ્યું હતું, ''આજકાલ મને તૈયાર થવામાં સહેજ પણ સમય લાગતો નથી. મારે તો વાળ જ નથી.'' સોનાલી, ગાયત્રી તથા સુઝાનની આ તસવીર બોલિવૂડ એક્ટર રીતિક રોશને ક્લિક કરી હતી અને સોનાલીએ રીતિકને પિક્ચર ક્રેડિટ પણ આપી હતી.


પતિએ પહેલી જ વાર આપી હતી પત્ની સોનાલીની હેલ્થ અપડેટઃ
પતિ ગોલ્ડી બહલે પહેલી જ વાર પત્નીની તબિયતને લઈને વાત કરી છે. ગોલ્ડી બહલે ટ્વિટર પર તમામનો આભાર માન્યો છે. ગોલ્ડી ટ્વિટમાં લખ્યું છે, ''સોનાલીને મળતા સતત સપોર્ટ અને પ્રેમ માટે તમામ લોકોનો આભાર, તેની તબિયત હાલમાં સ્થિર છે. ટ્રિટમેન્ટમાં કોઈ પણ કોમ્પ્લિકેશન નથી. આ ટ્રિટમેન્ટ હજી ઘણી જ લાંબી ચાલવાની છે પરંતુ અમે પોઝિટિવ શરૂઆત કરી દીધી છે.''


સોનાલીએ સોશ્યિલ મીડિયામાં કેન્સર હોવાની કરી હતી જાણઃ
ચાર જુલાઈના રોજ સોનાલીએ સોશ્યિલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તેને ચોથા તબક્કાનું કેન્સર છે અને કહ્યું હતું કે તેને મેટાસ્ટેટિક કેન્સર છે. આ કેન્સરનું ગંભીર સ્વરૂપ છે. આવી સ્થિતિમાં કેન્સર ઝડપથી શરીરની અંદર ફેલાય છે. આને ફોર્થ સ્ટેજનું કેન્સર પણ કહી સકાય છે. કેન્સર સેલ્સ શરીરના એકથી બીજા હિસ્સામાં ફેલાવવાની પ્રક્રિયાની મેટાસ્ટેટિક કહેવામાં આવે છે.

કેન્સર સામે ઝઝૂમતી સોનાલી બેન્દ્રેનાં પતિએ પહેલી જ વાર ટ્રિટમેન્ટ અંગે વાત કરતાં કહ્યું, ''તબિયત સ્થિર, હજી સારવાર ઘણી જ લાંબી ચાલશે''

X
bollywood actress sonali bendre took break from cancer treatment and read books
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App