સોનાલી બેન્દ્રેએ શૅર કરી કેન્સર જર્ની; કહ્યું, ''ખરાબ દિવસોમાં હસતા પણ દુખાવો થતો હતો ''

divyabhaskar.com

Oct 09, 2018, 03:03 PM IST
sonali bendre said, in bad days, she feel pain a lot

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હાલમાં ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહી છે. સોનાલીને મેટાસ્ટિક કેન્સરથી પીડાઈ રહી છે. સોનાલી પોતાની હેલ્થને લઈને અપડેટ્સ અવાર-નવાર સોશ્યિલ મીડિયામાં આપતી હોય છે. હાલમાં સોનાલીએ પોતાની તબિયતને લઈને એક ઈમોશનલ પોસ્ટ કરી છે. કિમોથેરાપીને કારણે સોનાલીની આંખો નીચે ડાર્ક સર્કલ થઈ ગયા છે. તે ઘણી જ નબળી પણ લાગે છે.


કહી આ વાતઃ
''છેલ્લાં કેટલાંક મહિનાઓથી સારા અને ખરાબ બંને દિવસો જોયા છે. એવા પણ દિવસો હતાં જ્યારે હું ઘણી જ થાકી જતી હતી અને મને આંગળી ઉપરથી નીચે કરવામાં પણ ઘણો જ દુખાવો થતો હતો. મને ક્યારેય એવું લાગતું કે આ એક સાયકલ જેવું છે. પહેલાં મને ફિઝિકલ પેઈન થતું, જેને લીધે માનિસક અને ઈમોશનલ પેઈન થતું હતું. ખરાબ દિવસો ઘણાં જ છે..કિમો પછી, સર્જરી પછી..એવું લાગે કે હસતા પણ દુખાવો થાય છે...ક્યારેક મને એવું લાગે કે મેં બધુ મારી પાછળ મૂકી દીધું છે. હું મારી જાત સાથે એક એક મિનિટે લડતી હતી. મને ખ્યાલ હતો કે મારે આ માટે લાંબુ દોડવું પડશે અને લડાઈ ઘણી જ લાંબી ચાલશે...એક વાત યાદ રાખવા જેવી કે આપણે ખરાબ દિવસો પર કંટ્રોલ રાખી શકતા નથી પરંતુ તે સમયે આપણે આપણી જાતને ખુશ રાખવા માટે ફોર્સ કરવો જોઈએ. મેં મારી જાતને રડવાની, દર્દ સહન કરવાની થોડો સમય માટે પરવાનગી આપી હતી. લાગણીશીલ બનવું ખોટું નથી પરંતુ નકારાત્મક લાગણી પણ આવવી ખોટી નથી. જોકે, એક પોઈન્ટ સુધી તમારે આ બધી બાબતોને સમજવી જોઈએ અને પછી આ બધી બાબતો તમારા જીવન પર અંકુશ ના મેળવે તેનું ધ્યાન રાખવું જોઈએ. આ બધામાંથી બહાર નીકળવા માટે પોતાની જાતની સારસંભાળ કરવી ઘણી જ જરૂરી છે. પૂરતી માત્રામાં ઊંઘમાં લેતી હતી. કિમો બાદ મારી ફેવરિટ સ્મૂથી પીતી અથવા તો દીકરા સાથે વાત કરતી હતી.


પાંચ કિમોથેરાપી લીધીઃ
સોનાલીએ અત્યાર સુધીમાં પાંચ કિમોથેરાપી લીધી છે. કિમોને કારણે સોનાલી બેન્દ્રેના તમામ વાળ જતા રહ્યાં છે. બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની મદદથી સોનાલીએ પોતાના માટે વિગ પસંદ કરી હતી. સોનાલીને ઈચ્છા થાય ત્યારે તે વિગ પહેરતી હોય છે.


ફ્રેન્ડ્સ જાય છે મળવાઃ
ગાયત્રી જોષી, સુઝાન ખાન તથા અનુપમ ખેર એક્ટ્રેસ સોનાલીને અવાર-નવાર મળવા જાય છે અને તેને હિંમત આપે છે. સોનાલીએ ફ્રેન્ડશીપ ડે સુઝાન, ગાયત્રી સાથે સેલિબ્રેટ કર્યો હતો.


સોનાલીએ સોશ્યિલ મીડિયામાં કેન્સર હોવાની કરી હતી જાણઃ
ચાર જુલાઈના રોજ સોનાલીએ સોશ્યિલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તેને ચોથા તબક્કાનું કેન્સર છે અને કહ્યું હતું કે તેને મેટાસ્ટેટિક કેન્સર છે. આ કેન્સરનું ગંભીર સ્વરૂપ છે. આવી સ્થિતિમાં કેન્સર ઝડપથી શરીરની અંદર ફેલાય છે. આને ફોર્થ સ્ટેજનું કેન્સર પણ કહી સકાય છે. કેન્સર સેલ્સ શરીરના એકથી બીજા હિસ્સામાં ફેલાવવાની પ્રક્રિયાની મેટાસ્ટેટિક કહેવામાં આવે છે.

X
sonali bendre said, in bad days, she feel pain a lot
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી