• Gujarati News
  • National
  • On Friendship Day, Sonali Bendre Shared An Emotion Post, Post Treatment Sonali Become Bald

કેન્સરને કારણે સોનાલી બ્રેન્દ્રેના ઉતરી ગયા તમામ વાળ, દુઃખની ક્ષણોમાં કરી હળવી મજાક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે હાલમાં ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહી છે. સોનાલીને ચોથા સ્ટેજનું કેન્સર છે. સોનાલીએ થોડાં સમય પહેલાં જ પોતાના વાળ કપાવતો વીડિયો શૅર કર્યો હતો. હવે, ફ્રેન્ડશીપ ડે(પાંચ ઓગસ્ટ) પર સોનાલીએ ઈન્સ્ટાગ્રામમાં એક તસવીર શૅર કરી છે અને પોસ્ટ લખી છે. તસવીરમાં સોનાલી બેન્દ્રેનાં માથા પરના તમામ વાળ ઉતરી ગયા છે. તેની સાથે એક્ટ્રેસ ગાયત્રી જોષી તથા સુઝાન ખાન જોવા મળે છે.


કરી આ પોસ્ટઃ
સોનાલી બેન્દ્રે તસવીર શૅર કરીને પોસ્ટ કર્યું હતું, ''આ હું જ છું. આ ક્ષણે હું ઘણી જ ખુશ છું. લોકોને જ્યારે હું આ વાત કરું છું, ત્યારે તેઓ વિચિત્ર નજરે જોતા હોય છે પરંતુ આ વાચ સાચી છે અને હું કહું છું કેમ હું અત્યારે ઘણી જ ખુશ છું. હાલમાં દરેક ક્ષણે મારું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હું દરેક ક્ષણને આનંદથી માણતા શીખું છું. હા, અત્યારે કેટલીક ક્ષણો દુઃખની છે, મારામાં એનર્જી રહી નથી પરંતુ મને જે ગમે છે તે જ કરું છું. મારા મનગમતા લોકો સાથે સમય પસાર કરું છું. હું મારા મિત્રોનો ઘણો જ આભાર માનીશ કે તેઓ મારી સ્ટ્રેન્થ બન્યા છે. આટલા વ્યસ્ત શિડ્યૂઅલમાં પણ તેઓ મારા માટે સમય કાઢીને મને મળવા આવે છે, ફોન કરે છે, મેસેજ કરે છે. ટૂંકમાં તેઓ એક પણ ક્ષણ મને એકલતા લાગે તેવું ઈચ્છતા નથી. આ જ સાચી મિત્રતા છે. #HappyFriendshipDay, તમારા જેવા મિત્રોને કારણે જીવન સુધી બન્યું( જે આ ફોટોઝમાં નથી તે પણ, તેમને ખ્યાલ છે કે તેઓ કોણ છે..)..''


કરી હળવી મજાકઃ
ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સોનાલીએ પોતાને વાળ ના હોવાની વાતને પણ હળવાશ લઈને મજાક કરતાં કહ્યું હતું, ''આજકાલ મને તૈયાર થવામાં સહેજ પણ સમય લાગતો નથી. મારે તો વાળ જ નથી.'' સોનાલી, ગાયત્રી તથા સુઝાનની આ તસવીર બોલિવૂડ એક્ટર રીતિક રોશને ક્લિક કરી હતી અને સોનાલીએ રીતિકને પિક્ચર ક્રેડિટ પણ આપી હતી.


પતિએ પહેલી જ વાર આપી પત્ની સોનાલીની હેલ્થ અપડેટઃ
પતિ ગોલ્ડી બહલે પહેલી જ વાર પત્નીની તબિયતને લઈને વાત કરી છે. ગોલ્ડી બહલે ટ્વિટર પર તમામનો આભાર માન્યો છે. ગોલ્ડી ટ્વિટમાં લખ્યું છે, ''સોનાલીને મળતા સતત સપોર્ટ અને પ્રેમ માટે તમામ લોકોનો આભાર, તેની તબિયત હાલમાં સ્થિર છે. ટ્રિટમેન્ટમાં કોઈ પણ કોમ્પ્લિકેશન નથી. આ ટ્રિટમેન્ટ હજી ઘણી જ લાંબી ચાલવાની છે પરંતુ અમે પોઝિટિવ શરૂઆત કરી દીધી છે.''


સોનાલીની નણંદે પણ કરી હતી ભાભીની તબિયત પર વાતઃ
સોનાલીની નણંદ સૃષ્ટિ બહલે ભાભીની તબિયત અંગે માહિતી આપી હતી. સૃષ્ટિએ કહ્યું હતું, "She is staying strong" એટલે કે તેની ભાભી સોનાલી સ્ટ્રોંગ રીતે કેન્સર સામે લડી રહી છે.


દીકરો પણ આપી રહ્યો છે સાથઃ
હાલમાં જ સોનાલીએ 12 વર્ષીય પુત્ર રણવિર સાથેની એક તસવીર શૅર કરી હતી અને તેમાં એક ઈમોશનલ પોસ્ટ મૂકી હતી. સોનાલીએ લખ્યું હતું, "12 વર્ષ, 11 મહિના અને 8 દિવસ પહેલા જ્યારે તારો જન્મ થયો ત્યારથી આજસુધી તે(દીકરો) મારા દિલ પર રાજ કરી રહ્યો છે. તેની ખુશી અને ઈચ્છાઓ મારા અને ગોલ્ડી બહલ માટે બધુ જ છે. જ્યારે અમને કેન્સરની જાણ થઈ ત્યારે ચિંતા એ વાતની હતી કે દીકરાને જણાવીશ ત્યારે તેનું રિએક્શન કેવું હશે.અમારા માટે પોતાના દીકરાને આ વાત જણાવવી જરૂરી વાત હતી. અમે હંમેશા દરેક વાત અને સત્ય જણાવ્યું છે. આ વખતે પણ અમારે એ જ કરવાનું હતું. મારા દીકરાએ કેન્સરના સમાચારને ઘણી ગંભીરતાથી સ્વીકાર્યા અને મુશ્કેલ સમયથી લડવા માટે હિંમત આપી. ઘણીવાર તે ઊલટો વ્યવહાર કરે છે જાણે કે તે મારા માતા-પિતાના રોલમાં હોય. હાલ દીકરા રણવીર સાથે તેના સમર વેકેશનનો આનંદ માણી રહી છું. તેની ક્રેઝીનેસ અને પોઝિટીવ વિચારો મને શક્તિ આપે છે."


સોનાલીએ સોશ્યિલ મીડિયામાં કેન્સર હોવાની કરી હતી જાણઃ
ચાર જુલાઈના રોજ સોનાલીએ સોશ્યિલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તેને ચોથા તબક્કાનું કેન્સર છે અને કહ્યું હતું કે તેને મેટાસ્ટેટિક કેન્સર છે. આ કેન્સરનું ગંભીર સ્વરૂપ છે. આવી સ્થિતિમાં કેન્સર ઝડપથી શરીરની અંદર ફેલાય છે. આને ફોર્થ સ્ટેજનું કેન્સર પણ કહી સકાય છે. કેન્સર સેલ્સ શરીરના એકથી બીજા હિસ્સામાં ફેલાવવાની પ્રક્રિયાની મેટાસ્ટેટિક કહેવામાં આવે છે.


અક્ષય કુમાર ગયો હતો મળવાઃ
સોનાલી ન્યૂયોર્કની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. જ્યારે સોનાલીએ કેન્સર હોવાની વાત કરી ત્યારે અક્ષય કુમાર પણ ન્યૂયોર્કમાં હતો અને તે એક્ટ્રેસને મળવા હોસ્પિટલ ગયો હતો અને સોનાલીને હિંમત આપી હતી.


બોલિવૂડ સેલેબ્સે વધારી હતી હિંમતઃ
સોનાલીના કેન્સરના સમાચાર બહાર આવતા જ બોલિવૂડ સેલેબ્સે સોશ્યિલ મીડિયામાં એક્ટ્રેસ માટે પ્રાર્થના કરી હતી અને તેની હિંમત વધારી હતી.

 

બેદરકારીને કારણે વધી ગયું સોનાલી બેન્દ્રેનું કેન્સર, રિપોર્ટ્સમાં થયો ખુલાસો