તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદીના નિધનથી દુઃખી છે કરિના કપૂર, ઉદાસ ચહેરે મોમ બબિતા સાથે મળી જોવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ કપૂર પરિવારના સૌથી સીનિયર વ્યક્તિ કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરે પહેલી ઓક્ટોબરના રોજ કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું હતું. પહેલી ઓક્ટોબરના રોજ સાંજે છ વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. અંતિમ સંસ્કારમાં પૌત્રીઓ કરિના કપૂર, રિદ્ધિમા કપૂરના રડી રડીને હાલ બેહાલ થયા હતાં. કરિના પોતાની દાદીની ઘણી જ નિકટ હતી. કરિનાની આંખો રડી રડીને લાલચોળ થઈ ગઈ હતી. બીજા દિવસે પણ કરિના દાદીના જવાના ગમથી ઉદાસ જોવા મળી હતી.


દુઃખને છુપાવવા ફોનમાં રહી બિઝીઃ
કરિના કપૂર બીજા દિવસે કૃષ્ણા-રાજ બંગલોમાં માતા બબિતા સાથે જોવા મળી હતી. તે ઘણી જ ઉદાસ જોવા મળી હતી. પોતાના દુઃખને ભૂલાવવા માટે કરિના થોડો સમય ફોન પર બિઝી જોવા મળી હતી.


બીજા દિવસે આવ્યા આ સેલેબ્સઃ
કૃષ્ણા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સુનિલ શેટ્ટી દીકરી અથિયાની સાથે આવ્યો હતો. આ સિવાય મહિપ કપૂર, આકાંક્ષા શર્મા, શિલ્પા આનંદ, હિરૂ જોહર, વરૂણ ધવનની માતા કરૂણા ધવન સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. આ સિવાય રીષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર પતિ ભરત સહાની તથા દીકરી સાથે જોવા મળી હતી. કરિશ્મા, કરિના કપૂર, બબિતા પણ જોવા મળ્યાં હતાં.


ના આવ્યો રીષિનો પરિવારઃ
રીષિ કપૂર અમેરિકામાં સારવાર કરાવવા ગયો છે. તેની સાથે પત્ની નીતુ તથા દીકરો રણબિર કપૂર પણ છે. પહેલાં ચર્ચા હતી કે દાદીનાં અંતિમ સંસ્કાર સમયે રણબિર કપૂર આવશે પરંતુ તે આવી શક્યો નહોતો. બીજા દિવસે પણ રણબિર મુંબઈ આવ્યો નહોતો.

 

ક્રિષ્ના રાજ કપૂરના ઈલેક્ટ્રિક સ્મશાનમાં અંતિમ સંસ્કાર, રડતી આંખે કપૂર પરિવારે આપી અંતિમ વિદાય