ખુલાસો / દીપિકાએ મતદાન કરીને પોતાની નાગરિકતા સાબિત કરી, કહ્યું 'ભારતીય હોવાનો ગર્વ છે'

bollywood actress deepika padukone cast her vote during loksabha election 2019

divyabhaskar.com

Apr 29, 2019, 07:33 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ભારતીય નાગરિકતા પર અનેક સવાલ કરવામાં આવ્યા હતાં. 29 એપ્રિલના રોજ મુંબઈમાં લોકસભા ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન હતું. દીપિકાએ મતદાન કરીને પોતાની નાગરિકતા અંગે અફવા ફેલાવનારાઓને જોરદાર લપડાક આપી છે. મતદાન કર્યાં બાદ દીપિકાએ સોશિયલ મીડિયામાં એક તસવીર પણ શૅર કરી હતી.

નાગરિકતાને લઈ કહી આ વાત
દીપિકાએ શાહીવાળી આંગળી બતાવીને પોતાની સેલ્ફી શૅર કરી હતી અને કહ્યું હતું, ''મારા મનમાં ક્યારેય શંકા નહોતી કે હું કોણ છું અને ક્યાંથી છું. તમારામાંથી જેમને મને લઈ ગેરસમજણ હતી, તે હવે મહેરબાની કરીને કરવી નહીં...જય હિંદ..''

ડેનિશ પાસપોર્ટ હોવાની ચર્ચા હતી
દીપિકાનો જન્મ ડેનમાર્કના કોપનહેગનમાં થયો છે અને તેથી જ એવી અફવા હતી કે દીપિકા પાસે ડેનિશ પાસપોર્ટ છે અને તે ભારતીય નથી. જોકે, દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આને લઈ ઘણાં જ કોમ્પ્લિકેશન હતાં પરંતુ તેને ગર્વ છે કે તે ભારતની નાગરિક છે.

રણવીરે પિતા સાથે કર્યું મતદાન
દીપિકા પાદુકોણ બપોરના સમયે એકલી જ મત આપવા આવી હતી. જ્યારે તેના પતિ તથા બોલિવૂડ એક્ટર રણવીર સિંહે સવારે પિતા જગજીત સિંહ ભવનાની સાથે મતદાન કર્યું હતું. આ સિવાય રણબીર કપૂર, સલમાન ખાન, શાહરુખ-ગૌરી ખાન, કંગના રનૌત, બચ્ચન પરિવાર, કરન જોહર, પ્રિયંકા ચોપરા, કરિના કપૂર, અનુષ્કા શર્મા, અજય દેવગન-કાજોલ, માધુરી દીક્ષિત, દિયા મિર્ઝા, આમિર ખાન-કિરણ રાવ, આદિત્ય ચોપરા તથા વિવેક ઓબેરોય સહિતના સેલેબ્સે મતદાન કર્યું હતું.

'છપાક'ના શૂટિંગમાં વ્યસ્ત
દીપિકા પાદુકોણ ડિરેક્ટર મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક'માં વ્યસ્ત છે. ફિલ્મનું ફર્સ્ટ શિડ્યૂઅલનું શૂટિંગ દીપિકા પાદુકોણ તથા વિક્રાંત મેસીએ દિલ્હીમાં કર્યું હતું. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. હવે, મુંબઈમાં આ ફિલ્મનું સેકન્ડ શિડ્યૂઅલનું શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે.

X
bollywood actress deepika padukone cast her vote during loksabha election 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી