અપકમિંગ / બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ બાસુની ફિલ્મમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સાથે કામ કરે તેવી શક્યતા

after break up deepika padukone and ranbir kapoor may worked third time in anurag basu

divyabhaskar.com

Apr 26, 2019, 03:48 PM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણ છેલ્લે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'તમાશા'માં જોવા મળ્યાં હતાં. એક્સ લવર્સ હોવા છતાંય બંનેએ પોતાની કેમિસ્ટ્રીથી ચાહકોને ઈમ્પ્રેસ કર્યાં હતાં. હવે, આ બંને ડિરેક્ટર અનુરાગ બાસુની ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે.

રણબીર એક્ટ્રેસ દીપિકા સાથે કામ કરવા માંગે છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અનુરાગ બાસુ પોતાની આગામી ફિલ્મ માટે રણબીર તથા દીપિકા સાથે વાત કરી રહ્યાં છે. રણબીર તથા અનુરાગ બાસુએ 'જગ્ગા જાસૂસ'માં સાથે કામ કર્યું હતું. અનુરાગ બાસુ એક્ટ્રેસ દીપિકા સાથે કામ કરવાને લઈ ઉત્સુક છે. બંને કલાકારોએ અનુરાગ બાસુની ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી છે અને માનવામાં આવે છે કે બંનેને સ્ક્રિપ્ટ પસંદ આવી છે.

પોત-પોતાની ફિલ્મ્સમાં બંને વ્યસ્ત છે
'તમાશા' પહેલાં રણબીર-દીપિકાએ ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ 'યે જવાની હૈ દિવાની'માં કામ કર્યું હતું. બ્રેકઅપ બાદ બંનેની આ ત્રીજી ફિલ્મ હશે. હાલમાં દીપિકા પાદુકોણ ડિરેક્ટર મેઘના ગુલઝારની 'છપાક'માં વ્યસ્ત છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલ પર આધારિત છે તો રણબીર કપૂર ડિરેક્ટર અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન તથા આલિયા ભટ્ટ છે.

X
after break up deepika padukone and ranbir kapoor may worked third time in anurag basu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી