બોલિવૂડમાં આવ્યાના છ વર્ષ બાદ જ આલિયા ભટ્ટના પૂર્વ પ્રેમીએ લીધું પોતાનું ઘર, Lavish Homeની અંદરની તસવીરો

2012માં કરન જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ મુંબઈમાં ઘર ખરીદ્યું છે

divyabhaskar.com | Updated - Nov 06, 2018, 05:50 PM
srk wife gauri khan interior sidharth malhotra new home in mumbai

મુંબઈઃ 2012માં કરન જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ મુંબઈમાં ઘર ખરીદ્યું છે. મૂળ દિલ્હીના એવા સિદ્ધાર્થે મુંબઈમાં પાલી હિલ બાંદ્રા સ્થિત આનંદ પેલેસ બિલ્ડિંગમાં લેવિશ એપાર્ટમેન્ટ આ વર્ષની શરૂઆતમાં બુક કરાવ્યું હતું. હવે તે ટૂંક સમયમાં જ અહીંયા રહેવા જશે.

રણબિર કપૂરના ઘરની નજીકઃ
સિદ્ધાર્થનું આ ઘર રણબિર કપૂરના 'વાસ્તુ એપાર્ટમેન્ટ'થી વોકિંગ ડિસ્ટન્સ પર જ છે. આ સાથે જ જેક્લીનનાં ઘરની પણ નિકટ છે. કપૂર્સના 'કૃષ્ણા રાજ' બંગલોની બાજુમાં છે. સિદ્ધાર્થ મલ્હોત્રાનું ઘર કેટલા સ્કેવર ફૂટનું છે, તે તો ખ્યાલ નથી પણ ચર્ચા છે કે પ્રતિ સ્કવેર ફૂટ ચાલીસ હજાર રૂપિયા આપવામાં આવ્યા છે.

ગૌરી ખાને કર્યું ઈન્ટિરિયરઃ
શાહરૂખ ખાનની પત્ની તથા જાણીતી ઈન્ટિરિયર ડિઝાઈનર ગૌરી ખાને સિદ્ધાર્થ મલ્હોત્રાનું ઘર ડિઝાઈન કર્યું છે. સિદ્ધાર્થે બેચલર પેડની જેમ આ ઘરને સજાવ્યું છે. ગૌરીએ સિદ્ધાર્થના ઘરનો એક વીડિયો પણ શૅર કર્યો છે અને લખ્યું હતું, 'સંદુર વર્ચ્યુઅલ ટૂર માટે આભાર સિદ્ધાર્થ. વીડિયોમાં તારું ઘર આલિશાન દેખાય છે.''

શાહરૂખે લગાવ્યો ચોરીનો આરોપઃ
ગૌરીએ સિદ્ધાર્થના ઘરનો વીડિયો શૅર કર્યો એટલે શાહરૂખે રી-ટ્વિટ કરતાં મજાકમાં સિદ્ધાર્થ તથા ગૌરી પર ચોરીનો આરોપ મૂક્યો હતો. શાહરૂખે લખ્યું હતું, ''વીડિયોમાં જે હિંચકો છે, તે મારો છે. તમે બંનેએ આ ચોરી લીધો છે. ઘર ઘણું જ સુંદર છે પરંતુ હિંચકો...? શાહરૂખના આ આરોપ પર સિદ્ધાર્થે જવાબ આપ્યો હતો કે, ''બહુ જ સરસ શાહરૂખ ખાન, ગમે ત્યારે આવીને હિંચકો ખાઈ લેજે...આભાર...''

એક ફિલ્મના વસૂલે છે 3-5 કરોડ રૂપિયાઃ
'સ્ટુડન્ટ ઓફ ધ યર' પછી સિદ્ધાર્થે આઠ ફિલ્મ્સમાં કામ કર્યું છે. જોકે, આમાંથી માત્ર 'એક વિલન' તથા 'કપૂર એન્ડ સન્સ' હિટ ગઈ હતી. હાલમાં તે 'જબરિયા જોડી' તથા 'મરજાવા'માં કામ કરી રહ્યો છે. જે આવતા વર્ષે રીલિઝ થશે. સિદ્ધાર્થ એક ફિલ્મ માટે 3-5 કરોડ રૂપિયાની ફી વસૂલે છે.

srk wife gauri khan interior sidharth malhotra new home in mumbai
srk wife gauri khan interior sidharth malhotra new home in mumbai
srk wife gauri khan interior sidharth malhotra new home in mumbai
srk wife gauri khan interior sidharth malhotra new home in mumbai
srk wife gauri khan interior sidharth malhotra new home in mumbai
srk wife gauri khan interior sidharth malhotra new home in mumbai
srk wife gauri khan interior sidharth malhotra new home in mumbai
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App