1

Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » bollywood actor shahrukh khan met dilip kumar at his home

અશક્તિને કારણે હવે આવા દેખાય છે 'સલીમ', શાહરૂખ ખાને પૂછ્યા ખબર-અંતર

Divyabhaskar.com | Last Modified - Feb 13, 2018, 12:05 PM IST

વિતેલા સમયના દિગ્ગજ એક્ટર દિલીપ કુમારની તબિયત લાંબા સમયથી ખરાબ છે.

  • bollywood actor shahrukh khan met dilip kumar at his home
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ વિતેલા સમયના દિગ્ગજ એક્ટર દિલીપ કુમારની તબિયત લાંબા સમયથી ખરાબ છે. 95 વર્ષીય દિલીપ કુમારના હાલ-ચાલ પૂછવા માટે શાહરૂખ ખાન તેમના ઘરે આવ્યો હતો. બંનેએ થોડો સમય સાથે પસાર કર્યો હતો. દિલીપ કુમારે સોશ્યિલ મીડિયામાં આ અંગેની માહિતી પણ આપી હતી.


    ટ્વિટર પર પોસ્ટ કરી તસવીરઃ
    દિલીપ કુમારે શાહરૂખ સાથેની તસવીર ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું, '@iamsrk came to visit Saab at home today. -FF'. તસવીરમાં દિલીપ કુમારની તબિયત ઘણી જ નાજુક દેખાતી હતી.


    (વાંચો, દિલીપ કુમારે કિડનીની બીમારીને કારણે નહોતો સેલિબ્રેટ કર્યો જન્મદિવસ....)

  • bollywood actor shahrukh khan met dilip kumar at his home
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    95 વર્ષીય દિલીપ કુમાર છેલ્લાં ઘણાં વર્ષોથી કિડનીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે. ગયા વર્ષે 11 ડિસેમ્બરના રોજ દિલીપ કુમારે પોતાનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો નહોતો. જન્મદિવસ પહેલાં જ દિલીપ કુમારને હોસ્પિટલમાંથી દાખલ કરવામાં આવ્યા હતાં. ડોક્ટર્સે ઈન્ફેક્શનથી બચવા માટે કોઈને પણ મળવાની ના પાડી હતી. જેને કારણે જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો નહોતો. 

     

  • bollywood actor shahrukh khan met dilip kumar at his home

    દિલીપ કુમારની તબિયત અવાર-નવાર બગડતી હોય છે. જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોય છે. જોકે, તેમની પત્ની સાયરા બાનો પતિનું ઘણું જ ધ્યાન રાખતી જોવા મળે છે. શાહરૂખ ખાનને દિલીપ કુમાર પોતાનો પુત્ર માને છે અને તેથી જ તે અવાર-નવાર મળવા આવતો હોય છે. હાલમાં શાહરૂખ ફિલ્મ 'ઝીરો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. 

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending