જ્યારે પણ શાહિદ કપૂર દીકરીને લે ખોળામાં તો ટોકતી હોય છે પત્ની મીરા રાજપૂત; કહે, ''જલ્દીથી નીચે ઉતારો''

શાહિદે કપૂરે કહ્યું, શા માટે બાળકોને આયા પાસે રાખવા પસંદ નથી

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 06:06 PM
shahid kapoor said, he did not like his children brought up by nanny

મુંબઈઃ બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે હાલમાં જ કહ્યું હતું કે તે દીકરી મિશાને એટલો પ્રેમ કરે છે કે જ્યારે પણ તક મળે ત્યારે તેને ખોળામાં ઊંચકીને ચાલવા લાગે છે. જોકે, તેની પત્ની મીરા રાજપૂતને તેની આ હરકત બિલકુલ પસંદ નથી. તેને મીરા વારંવાર ટોકે છે અને કહે છે કે જલ્દીથી મિશાને નીચે ઉથારો નહીંતર એ ચાલતા કેવી રીતે શીખશે. શાહિદે હાલમાં જ ફેમિલી તથા પર્સનલ લાઈફ અંગે વાત કરી હતી.


દીકરી માટે કરી ઉંઘ પણ કૂરબાનઃ
શાહિદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે દીકરી સાથે વધુમાં વધુ સમય વિતાવવા માંગે છે પછી ભલે તેના માટે તેણે પોતાની ઉંઘ પણ કેમ કૂરબાન ના કરવી પડે. શાહિદે કહ્યું હતું કે તેણે આ બધું નાનપણથી શીખ્યું છે. જ્યારે તે નાનો હતો ત્યારે તેને નાના સ્કૂલે મૂકવા આવતા હતાં. તેઓ બીમાર પડે તો પણ સ્કૂલે મૂકવવા આવવાનો ક્રમ તૂટતો નહીં. બાળકોને પેરેન્ટ્સનો પૂરતો સમય મળે તે વાત ધ્યાનમાં રાખવી જોઈએ. પછી તેના માટે સવારે ચાર વાગે ઉઠવું કે રાતના મોડે સુધી જાગવું પડે.


આયા સાથે બાળકોને નથી રાખવા માંગતોઃ
શાહિદે આગળ કહ્યું હતું કે આજકાલ બાળકો માટે આયા તથા મેડ્સ રાખવામાં આવે છે. જેની ખરાબ અસર એ છે કે બાળકો પેરેન્ટ્સ કરતાં આયા સાથે વધુ જોડાય છે. તે નથી ઈચ્છતો કે તેના બાળકો સાથે આવું કંઈ થાય. શાહિેદે એમ પણ કહ્યું હતું દીકરો ઝૈન જન્મ્યો તે પહેલાં જ તેનું નામ નક્કી કરી લેવામાં આવ્યું હતું. ખરી રીતે તો મીરા જ્યારે પહેલીવાર પ્રેગ્નેન્ટ હતી ત્યારે જ દીકરી તથા દીકરાનું નામ નક્કી થયું હતું. દીકરી જન્મે તો મિશા અને દીકરો જન્મે તો ઝૈન નામ રાખવાનું નક્કી હતું.


પેટર્નિટી લિવ છોડીને ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત શાહિદઃ
શાહિદ કપૂર 21 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થતી ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલુ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આના માટે શાહિદે પેટર્નિટી લીવ પણ અધવચ્ચે મૂકી દીધી હતી. ઝૈનનો જન્મ ફિલ્મ રીલિઝના બે અઠવાડિયા પહેલાં થયો છે. આવામાં તેના માટે બધું જ મેનેજ કરવું મુશ્કેલ હતું. આટલું જ નહીં ઝૈનને હોસ્પિટલથી ઘરે લાવ્યા બાદ દીકરી મિશાની તબિયત ઘણી જ ખરાબ થઈ ગઈ હતી અને તેને કારણે શાહિદે બે-ત્રણ દિવસ સુધી પ્રમોશન કેન્સલ કરી નાખ્યું હતું.

પત્ની મીરા રાજપૂતની જેમ જ સુંદર છે શાહિદ કપૂરની બે સાળીઓ, એક દિલ્હીમાં કરે છે બિઝનેસ તો બીજી USમાં સેટલ

X
shahid kapoor said, he did not like his children brought up by nanny
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App