દીકરી મિશા બીમાર પડતાં પાપા શાહિદ કપૂરે દોઢ દિવસથી નથી માર્યું આંખનું મટકું, કેન્સલ કર્યું શૂટિંગ

mira rajput talked about breast feeding

divyabhaskar.com

Sep 11, 2018, 03:48 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર હાલમાં ઘણો જ બિઝી છે. પાંચ સપ્ટેમ્બરના રોજ શાહિદના ઘરે બીજીવાર પારણું બંધાયું હતું અને દીકરા ઝૈનનો જન્મ થયો હતો. શાહિદ હાલમાં 'બત્તી ગુલ મીટર ચાલુ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. શાહિદ કપૂર 'ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ'માં જોવા મળવાનો હતો પરંતુ તેણે શૂટિંગ કેન્સલ કરી નાખ્યું હતું. દીકરી મિશાની તબિયત સારી ના હોવાથી શાહિદે પરિવારને સમય આપવાનો નિર્ણય લીધો છે. તો 24 વર્ષીય મીરા રાજપૂતે બ્રેસ્ટ ફિડિંગને ઝૈનના જન્મ પહેલાં ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી.


30-35 કલાકથી નથી સૂતોઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાહિદે છેલ્લાં 30-35 કલાકથી આંખનું મટકું પણ માર્યું નથી. દીકરી મિશાની તબિયત ખરાબ હોવાથી તે સૂતો નથી. તેણે 'બત્તી ગુલ મીટર ચાલુ'નું પ્રમોશન પણ કેન્સલ કરી નાખ્યું હતું.


બ્રેસ્ટફિડિંગ પર મીરાએ કરી વાતઃ
દીકરાના જન્મ પહેલાં મીરાએ એક ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે એક માતા તરીકે તે દીકરાને સૌ પહેલાં બ્રેસ્ટફિડિંગ કરાવશે. તેણે ભૂતકાળમાં પણ બ્રેસ્ટફિડિંગના મહત્વ અંગે વાત કરી હતી. તેણે દીકરી મિશાના જન્મ સમયે તેનું ઘણું જ ધ્યાન રાખ્યું હતું. બીજીવાર માતા બન્યા બાદ પણ તે આ વાતનું ધ્યાન રાખશે. મીરાએ વધુમાં કહ્યું હતું કે માતાએ સારું ભોજન કરવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ. તેની સીધી અસર બાળક પર હકારાત્મક રીતે પડે છે. બાળકની સાર-સંભાળમાં આરામ કરવાનો સમય પોતાના હાથમાં રહેતો નથી. એટલે જ માતાએ બાળકના સમય પ્રમાણે સૂવું જોઈએ. શાહિદ પણ એ વાતનું ધ્યાન રાખશએ કે બીજા બાળકને કારણે મિશાને ક્યારેય એમ ના લાગે કે તેને ઈગ્નોર કરવામાં આવે છે. જ્યારે ઘરમાં બે બાળક હોય ત્યારે એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે મોટા બાળકને એમ ના લાગે કે નાને કારણે તેના પર ધ્યાન આપવામાં આવતું નથી. ઘરમાં નવા આવેલા બાળકને કારણે બધું જ બદલાઈ જાય છે પરંતુ તેની નકારાત્મક અસર મોટા બાળક પર પડવી જોઈએ.


શાહિદની માતાએ વહુને કહી રોક-સ્ટારઃ
શાહિદ કપૂરની માતા નીલિમા અઝીમ પૌત્ર ઝૈનના આવવાથી ઘણી જ ખુશ છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ઝૈનના નામકરણની વિધિ નહીં રાખે કારણ કે શાહિદ-મીરા આ બધામાં માનતા નથી. તેઓ પૌત્રના આવવાની ખુશીમાં એક પાર્ટી આપશે. નીલિમાએ પોતાની વહુને રોક-સ્ટાર કહી હતી.

લગ્નના 3 વર્ષમાં બે બાળકો છતાંય એકદમ ફિટ જોવા મળે છે શાહિદ કપૂરની પત્ની, પહેલાં બાળકના જન્મ બાદ માત્ર 3 મહિનામાં આવી ગઈ હતી શૅપમાં

X
mira rajput talked about breast feeding
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી