Home » Bollywood » Bollywood News » Bollywood Buzz » after 2-3 days irrfan khan will undergoing 6 and last chemotherapy

લંડનમાં કેન્સરની સારવાર કરાવતા ઈરફાન ખાને લીધી પાંચ કિમોથેરાપી, આવી ગઈ છે એકદમ નબળાઈ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:05 PM

બોલિવૂડ એક્ટર ઈરફાન ખાન હાલમાં ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર સામે લડી રહ્યો છે.

 • after 2-3 days irrfan khan will undergoing 6 and last chemotherapy

  મુંબઈઃ બોલિવૂડ એક્ટર ઈરફાન ખાન હાલમાં ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર સામે લડી રહ્યો છે. ઈરફાન ખાન લંડનમાં કેન્સરની સારવાર લઈ રહ્યો છે. હવે, લંડનથી એવા સમાચાર આવ્યા છે કે ઈરફાન ખાનની 2-3 દિવસ બાદ છઠ્ઠી અને અંતિમ કિમોથેરાપી થશે. આ પહેલાં ઈરફાન ખાને પાંચ કિમોથેરાપીના સેશન લઈ લીધા છે.


  આવી ગઈ છે નબળાઈઃ
  સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાંચમી કિમોથેરાપી બાદ ઈરફાનમાં ઘણી જ નબળાઈ આવી ગઈ છે. પાંચમી કિમોથેરાપી દરમિયાન ઈરફાન ખાન 10-15 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો. નોંધનીય છે કે કિમોથેરાપી બાદ કેન્સર ઠીક થઈ જવાની સંભાવના 70-80 ટકા જેટલી હોય છે. કિમોથેરાપી બાદ પેશન્ટમાં વોમિટિંગ, વાળ ઉતરી જવા, નબળાઈ જેવી સાઈડ ઈફેક્ટ જોવા મળે છે.


  છઠ્ઠી કિમોથેરાપી બાદ પેટનું કરવામાં આવશે સ્કેનિંગઃ
  છઠ્ઠી કિમોથેરાપી બાદ ઈરફાન ખાનનું પેટનું સ્કેનિંગ કરવામાં આવશે. જેના પરથી ખ્યાલ આવશે કે કેન્સર કેટલું ઓછું થયું છે.


  ડો. પીટર પાસે લઈ રહ્યો છે સારવારઃ
  સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈરફાન ખાન હાલમાં લંડનના ડોક્ટર પીટર હાર્પર પાસે ધ પ્રિન્સેસ ગ્રેસ હોસ્પિટલમાં ટ્યૂમરની સારવાર કરાવી રહ્યો છે.


  હાલમાં જ કહી ઈમોશનલ વાતઃ
  ઈરફાને તેની સારવાર અંગે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું,"હું કિમોથેરેપીના 4 સ્ટેજમાંથી પસાર થઈ ચૂક્યો છું, કુલ 6 કીમોથેરેપી થશે અને તે પછી સ્કેન કરવામાં આવશે. કિમોથેરેપીના ત્રીજા સ્ટેજ બાદ સ્કેનનું પરિણામ પોઝિટિવ હતું પરંતુ અમારે તમામ 6 સ્ટેજ બાદના સ્કેનનું પરિણામ જોવું પડશે. તે પછી ખબર પડશે મારી લાઈફ કઈ દિશામાં આગળ વધી રહી છે. તમામ લોકોની જેમ મારા જીવનની પણ કોઈ ગેરંટી નથી." ઈરફાન ખાને આગળ જણાવ્યું હતું,"મારું મગજ સતત મને કહ્યાં કરે છે કે, મને આ બીમારી છે અને હું અમુક જ મહિના અથવા એક કે બે વર્ષમાં મરી જઈશ. અથવા તો હું આ બધી વાતોની અવગણના કરી જીવનને એવી રીતે જીવું કે તે જ્યાં લઈ જાય ત્યાં આગળ વધું. જીવને મને ઘણું આપ્યું છે. હું માનું છું કે હું આંધળા લોકોની રેસમાં હતો, જ્યાં મને ઘણું મળી રહ્યું હતું પરંતુ હું જોઈ શક્યો નહીં."


  ઈરફાને શેર કર્યો, કેન્સરની બીમારી પછીના જીવનનો અનુભવઃ
  કેન્સરની બીમારી બાદ જીવનના અનુભવ અંગે ઈરફાને જણાવ્યું હતું,"તમે પોતાના વિશે ચિંતા કરવાનું બંધ કરી દો, પ્લાનિંગ કરવાનું બંધ કરી દો, ઘોંઘાટ કરવાનું બંધ દો. તમે બીજી બાજુ પણ જુઓ. આ જીવન તમને ઘણું આપે છે અને તેની પાસે આપવા માટે ઘણું છે. આથી જ હું કહું છું કે મારી પાસે કહેવા માટે શબ્દ નથી પરંતુ ‘આભાર’ માનીશ. મારી પાસે કહેવા માટે બીજો શબ્દ નથી, બીજી ઈચ્છા નથી અને બીજી કોઈ પ્રાર્થના નથી." ઈરફાનને જ્યારે કોઈ પ્રશ્ન કરવામાં આવ્યો કે, ‘હાલ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે કે નહીં?’ તો તેણે જવાબમાં કહ્યું હતું, "ના, હું કોઈ સ્ક્રિપ્ટ નથી વાંચી રહ્યો. હાલ હું અનિશ્ચિતતાના સમયમાંથી પસાર થઈ રહ્યો છું, હાલ હું કોઈપણ પ્લાન બનાવતો નથી. હું બ્રેકફાસ્ટ માટે જઉં છું અને પછી મારી પાસે કોઈ જ પ્લાન હોતો નથી. હાલ દરેક વસ્તુઓને જેમ-જેમ સામે આવે છે તેમ જ જોઉં છું. જેના કારણે મને ઘણી મદદ મળી રહી છે. મને ઘણીવાર લાગે છે મારું મગજ મારી સાથે ઘણા ચેડાં કરી રહ્યું છે. દરેક સમયે આસપાસ કોઈ વસ્તુ મિસિંગ રહેતી હોવાનો પહેલા અહેસાસ થતો હતો. મને ખબર છે કે આપણે એવું જીવન જીવીએ છીએ જેમાં તમામ પ્લાન તૈયાર હોય છે. પરંતુ તમે આવું જીવન કઈ રીતે જીવી શકો છો? જીવન ઘણું રહસ્યમય છે અને તેની પાસે ઓફર કરવા ઘણું છે. આપણે ઘણી વસ્તુઓ ટ્રાય કરતા જ નથી. હું તે ટ્રાય કરી રહ્યો છું અને તેની મજા માણી રહ્યો છું. આ ખરેખર સારો અનુભવ છે."


  16 માર્ચે સોશ્યિલ પર જણાવી હતી બીમારીઃ
  ઈરફાન ખાને 16 માર્ચના રોજ એક પોસ્ટ શૅર કરી હતી અને પોતાને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર હોવાની માહિતી આપી હતી.

  ગંભીર બીમારીનો ભોગ બનેલા ઈરફાન ખાન પાસે એક જ મહિનો છે? જાણો પરિવારે શું કહ્યું

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ