કેન્સર ગ્રસ્ત સોનાલી બેન્દ્રે સાથે સમય પસાર કરીને પરત ફર્યો બોલિવૂડ સ્ટાર, સોશ્યિલ મીડિયામાં લખી ઈમોશનલ પોસ્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવતી સોનાલી બ્રેન્દ્રે સોશ્યિલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે ક્યારેક ફ્રેન્ડ્સ સાથે તો ક્યારેય બુક સ્ટોરની તસવીરો શૅર કરે છે. આ સમય દરમિયાન સોનાલી સાથે કામ કરી ચૂકેલા અનુપમ ખેરે એક ખાસ ટ્વિટ કરી હતી, જે એક્ટ્રેસને ઈમોશનલ કરી શકે છે. આ ટ્વિટમાં અનુપમે સોનાલીને તેનો હીરો ગણાવી હતી.


15 દિવસ રહ્યાં સાથેઃ
અનુપમ ખેરે ટ્વિટ કરીને લખ્યું, ''મેં સોનાલી સાથે કેટલીક ફિલ્મ્સમાં કામ કર્યું છે. અમે મુંબઈમાં અનેકવાર મળતા હતાં. સોનાલી હંમેશા એક ખુશમિજાજ સાથે મળતી હતી. છેલ્લાં 15 દિવસ ન્યૂયોર્કમાં સોનાલી સાથે સમય પસાર કરવાની તક મળી. અમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો. હું કહી શકું છે કે તે મારી હીરો છે.'' નોંધનીય છે કે સોનાલી-અનુપમે 'કિંમત', 'હમારા દિલ આપકે પાસ હૈં', 'ઢાઈ અક્ષર પ્રેમ કે', 'દિલ હી દિલ મેં' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

I have done few films with @iamsonalibendre. We’ve met socially many times in Mumbai. She always has been bright & a very warm person. But it is only in the last 15days that I got the opportunity to spend some quality time with her in NY. And I can easily say,”She is my HERO.”😍 pic.twitter.com/z6iBe2s7fy

— Anupam Kher (@AnupamPKher) August 12, 2018


સારવારમાં નથી કોઈ કોમ્પ્લિકેશનઃ પતિ ગોલ્ડી
સોનાલીનાં પતિ ગોલ્ડી બહલે પત્નીની તબિયતની અપડેટ આપતા કહ્યું હતું કે તેની તબિયત હવે સ્થિર છે અને ટ્રિટમેન્ટમાં કોઈ કોમ્પ્લિકેશન નથી. આ ટ્રિટમેન્ટ એક લાંબી જર્ની છે પરંતુ તેમણે પોઝિટિવ શરૂઆત કરી છે. સોનાલીના અત્યાર સુધી ત્રણ કિમોથેરાપી પૂરી થઈ છે અને હવે ત્રણ કિમો બાકી છે.


પુસ્તક વાંચીને સમય પસાર કરે છે સોનાલીઃ
કેન્સરની ટ્રિટમેન્ટ વચ્ચે સોનાલી બુક્સ વાંચે છે. હાલમાં જ સોનાલી એક બુકસ્ટોરમાં ગઈ હતી અને ત્યાં તેણે બુક વાંચતી જોવા મળી હતી. કેટલાંક દિવસો પહેલાં સોનાલીનાં ફ્રેન્ડ્સે તેને ઘણી બધી બુક્સ ગિફ્ટ કરી હતી. બોલિવૂડમાંથી અક્ષય કુમાર, રીતિક રોશન, સુઝાન ખાન, ગાયત્રી જોષી ન્યૂયોર્ક જઈને સોનાલીનાં હાલચાલ પૂછ્યાં હતાં. સોનાલી બુક લવરની સાથે સાથે એક રાઈટર પણ છે. સોનાલીએ માતા બન્યા બાદ પોતાના અનુભવોને લઈ એક પુસ્તક લખ્યું હતું અને પુસ્તકનું નામ હતું, ''ધ મોર્ડન ગુરૂકુલઃ માય એક્સપરિમેન્ટ વિધ પેરેન્ટિંગ'

 

સોનાલી બેન્દ્રેની નણંદે આપી તબિયતની માહિતી, કહ્યું, 'ભાભી મક્કમ મનોબળથી કેન્સર સામેનો જંગ લડી રહી છે'