તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંજુબાબાથી લઈ સલમાન ખાનની મોમ સુધી, બોલિવૂડે દુઃખદ ઘડીમાં આપ્યો કપૂર પરિવારને સધિયારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમિતાભ-કરિના, સંજય દત્ત - Divya Bhaskar
અમિતાભ-કરિના, સંજય દત્ત


મુંબઈઃ રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. સોમવાર સવારે 4 વાગ્યાની નજીક તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને કેટલાક વર્ષોથી શ્વાસની બીમારી હતી. તે કપૂર પરિવારની સૌથી સીનિયર વ્યક્તિ હતાં. કૃષ્ણા રાજ કપૂરના 5 બાળક છે. રાજ કપૂર સાથે તેમને 1946માં લગ્ન કર્યા હતા. તેઓ રણધીર, રિષી, રાજીવ, રીમા, રિતુની માતા હતાં. તે કરિના, રણબીર, રિદ્ધિમા કપૂરની દાદી હતાં. રીષિ કપૂર અમેરિકામાં હોવાથી માતાના અંતિમ સંસ્કારમાં હાજર રહેશે નહીં. ક્રિષ્ના રાજ કપૂરના નિધનના સમાચાર સાંભળીને તેમના અંતિમ દર્શન માટે બોલિવૂડ સેલેબ્સ ઉમટી પડ્યાં હતાં. સંજય દત્ત પત્ની માન્યતા સાથે આવ્યો હતો તો અમિતાભ બચ્ચન દીકરી શ્વેતા બચ્ચન સાથે આવ્યા હતાં. અમિતાભ બચ્ચનના વેવાણ રિતુ નંદાની માતા ક્રિષ્ના રાજ કપૂર છે એટલે બચ્ચન પરિવારને ખાસ સંબંધ હોવાથી તેઓ આવ્યા હતાં.


આવ્યા આ સેલેબ્સઃ
સલમાન ખાનની માતા સલમા ખાન પણ ક્રિષ્ના બંગલો આવ્યા હતાં. આ સિવાય અયાન મુખર્જી, આલિયા ભટ્ટ, ફરાહ ખાન, કરન જોહર સહિતના સેલેબ્સ આવ્યા હતાં.


(જુઓ, બોલિવૂડ સેલેબ્સે આપી કપૂર પરિવારને સાંત્વના.....)