તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂરગ્રસ્ત કેરળની મદદ માટે આગળ આવ્યો અક્ષય કુમાર, આપ્યું દાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ કેરળમાં પૂરને કારણે અત્યાર સુધી 324થી વધુ લોકોના મોત થયા છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તથા ફિલ્મ નિર્માતા પ્રિયદર્શને પૂર ગ્રસ્ત કેરળની મદદની માટે મુખ્યમંત્રી રાહત કોષમાં દાન આપ્યું છે. અક્ષય કુમાર તરફથી પ્રિયદર્શને કેરળના સીએમને ચેક આપ્યો છે.


પ્રિયદર્શને કરી ટ્વિટઃ
ફિલ્મનિર્માતા પ્રિયદર્શને શનિવારે(18 ઓગસ્ટ) કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ચેક આપતી એક તસવીર ટ્વિટ કરી હતી અને લોકોને સાથે રહીને રાજ્યને મદદ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે ટ્વિટ કરી હતી, ''મેં અને અક્ષય કુમારે કેરળના સીએમના રાહત કોષ દાનમાં કર્યું છે. આવો, સાથે મળીને કેરળને ફરીવાર પાટે ચઢાવીએ. કોઈ રાજકારણ નહીં, કોઈ ધર્મ નહીં માત્ર માનવતા.આવો, કેરળ માટે એક સાથે આગળ આવીએ. Lets stand together to save Kerela #KerelaFloods''

Handed over mine and @akshaykumar s Cheque to Kerala Chief Ministers Distress Relief Fund . Let’s together build back Kerala back to its glory again. No politics No religion only humanity .Lets stand together to save Kerala #KerelaFloods pic.twitter.com/XchEFEHlsQ

— priyadarshan (@priyadarshandir) August 18, 2018

 


કેટલાનો ચેક આપ્યો નથી ખ્યાલઃ
અક્ષય કુમારે ચેક આપ્યો તે અંગે કોઈ ટ્વિટ કરી નથી પરંતુ પ્રિયદર્શનની ટ્વિટને રિ-ટ્વટ કરી છે. પ્રિયદર્શન તથા અક્ષય કુમારે કેટલા રૂપિયાનું દાન આપ્યું તેનો ખુલાસો થયો નથી.


બોલિવૂડે કરી અપીલઃ
અક્ષય કુમાર સિવાય અનેક બોલિવૂડ સેલેબ્સે સોશ્યિલ મીડિયામાં ચાહકોને કેરળની મદદ કરવા માટે અપીલ કરી છે. જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, શ્રદ્ધા કપૂર, વિદ્યા બાલન, કાર્તિક આર્યન સહિતના સેલેબ્સનો સમાવેશ થાય છે. પૂરને કારણે જ્હોન અબ્રાહમે 'સત્યમેવ જયતે'ની સફળતા મનાવવાનો ઈનકાર કર્યો છે.

 

#KeralaFloodRelief #LetshelpKerala pic.twitter.com/6MARy6l5Kg

— vidya balan (@vidya_balan) August 16, 2018

 

Emergency Numbers for Kerala Floods!! #PrayForKerala #KeralaFloodRelief #KeralaRains pic.twitter.com/YjE7FPJJrZ

— Suniel Shetty (@SunielVShetty) August 18, 2018

 

Praying for everyone affected by the #KeralaFloods.
The state really needs our help and every donation, no matter how big or small, will count.
Here are some details of how to donate to @CMOKerala’s distress relief fund and other helpline numbers 🙏 pic.twitter.com/eezFJRE2Dv

— Shraddha (@ShraddhaKapoor) August 16, 2018

 

 

વાંચવાનું ચૂકશો નહીં: માત્ર ફિલ્મ્સમાં જ નહીં પરંતુ Real Lifeમાં દેશભક્ત છે અક્ષય કુમાર, ખેડૂતોથી લઈ શહીદ સૈનિકોના પરિવારને કરી ચૂક્યો છે મદદ