Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » sridevi died in dubai at the age of 54

શ્રીદેવીની પ્રાર્થનાસભામાં ના આવ્યા સાસુમા, જીજાજી સહિતના સંબંધીઓ રહ્યાં હાજર

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 03:02 PM

બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનાં નિધનના 15 દિવસ બાદ એટલે કે 11 માર્ચના રોજ ચેન્નાઈમાં પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી

  • sridevi died in dubai at the age of 54
    શ્રીદેવીના નણંદ તથા નણંદોઈ

    ચેન્નાઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનાં નિધનના 15 દિવસ બાદ એટલે કે 11 માર્ચના રોજ ચેન્નાઈમાં પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. આ પ્રાર્થનાસભામાં શ્રીદેવીનાં નણંદ રિના, નણંદોઈ સંદિપ મારવાહ, બહેન શ્રીલથા, જીજાજી સંજય રામાસ્વામી સહિતના પરિવારના સભ્યો આવ્યા હતાં. જોકે, આ પ્રાર્થનાસભામાં શ્રીદેવીના સાસુ નિર્મલ કપૂર જોવા મળ્યાં નહોતાં.

    આ સેલેબ્સે રહ્યાં હાજરઃ
    શ્રીદેવીની પ્રાર્થનાસભામાં રજનીકાંતની પત્ની લતા, અજીથ-શાલિની, સૂર્યા-જ્યોતિકા, એ આર રહેમાન, પ્રભુદેવા, રાજકારણી અમરસિંહ, શ્રીકાંથ, મીના, ભાગ્યરાજ સહિત તમિલ ઈન્ડસ્ટ્રિઝના સેલેબ્સ આવ્યા હતાં.


    મનિષ મલ્હોત્રાએ શૅર કરી હતી પહેલી તસવીરઃ
    ચેન્નાઈમાં આયોજીત પ્રેયર મીટની પહેલી તસવીર ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી. જેમાં શ્રીદેવીની ફોટોની આસપાસ સફેદ તથા પીળા ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. સફેદ રંગ શ્રીદેવીનો ફેવરિટ રંગ હતો.


    28મીએ થયા હતાં અંતિમ સંસ્કારઃ
    24મીએ નિધન થયા બાદ પોસ્ટમોર્ટમ તથા અન્ય ફોર્માલિટી પૂરી કરતાં પાર્થિવ દેહ 27 ફેબ્રુઆરી રાત્રે 9.30એ મુંબઈ આવ્યો હતો અને 28 ફેબ્રુઆરીએ બપોરના ચાર વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.


    દીકરીએ શરૂ કર્યું શૂટિંગઃ
    શ્રીદેવીની મોટી દીકરી જાહન્વીએ 'ધડક' ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ જુલાઈમાં રીલિઝ થવાની છે.


    (જુઓ, શ્રીની પ્રાર્થનાસભામાં નણંદ-નણંદોઈથી જીજાજી સુધીના પરિવારના સભ્યો તથા સેલેબ્સ રહ્યાં હાજર.....)

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending