વિવાદ / અનુરાગ કશ્યપે વુમનિયા ટાઇટલને લઈને થયેલા વિવાદ બાદ ફિલ્મનું નામ બદલીને સાંડ કી આંખ કર્યું

Anurag Kashyap slams Pritish Nandy, changes title of film womaniya to Saand Ki Aankh

  • આ ફિલ્મમાં તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર પહેલીવાર સાથે દેખાશે
  • આ સ્ટોરી દુનિયાના સૌથી વૃદ્ધ શાર્પ શૂટર ચંદ્રો તોમાર અને પ્રકાશી તોમારની છે
  • વુમનિયા નામને લઈને અનુરાગ અને પ્રિતિશ નંદી વચ્ચે પ્રોબ્લેમ થયો 

divyabhaskar.com

Feb 24, 2019, 11:03 AM IST

બોલિવૂડ ડેસ્ક: અનુરાગ કશ્યપ તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકરને લઈને એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે જેનું પહેલાં વુમનિયા નામ રાખવામાં આવ્યું હતું. જેનું નામ હવે બદલીને સાંડ કી આંખ રાખવામાં આવ્યું. ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. વુમનિયા નામને લઈને અનુરાગ અને પ્રિતિશ નંદી વચ્ચે પ્રોબ્લેમ થયો હતો જેને કારણે ફિલ્મનું નામ બદલવામાં આવ્યું.

વુમનિયા નામને લઈને વિવાદ
ગેંગ્સ ઓફ વાસેપુર ફિલ્મના વુમનિયા સોન્ગનો ઇન્ટિલેક્ટ્યૂઅલ પ્રોપર્ટી રાઈટ કશ્યપ પાસે છે, પરંતુ ટાઇટલ તરીકે ઓફિશ્યલી તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું ન હતું. ટાઇટલ તરીકે આ નામ અગાઉથી જ પ્રિતિશ નંદી કોમ્યૂનિકેશન લિમિટેડે રજીસ્ટર કરાવેલું હતું. અનુરાગે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, અમે નક્કી કર્યું છે કે એક્સ્ટોર્શન ફી પેટે 1 કરોડ રૂપિયા પ્રિતિશ નંદીને નહીં આપીએ. હું માફી માંગુ છું કે મેં મિસ્ટર નંદી પર ભરોસો કર્યો.

સાંડ કી આંખ સ્ટોરી
આ ફિલ્મમાં તાપસી અને ભૂમિ પહેલીવાર સાથે દેખાશે. અનુરાગ કશ્યપ અને નિધિ પરમાર ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મના રાઇટર તુષાર હીરાનંદાની છે જે આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ પણ કરી રહ્યા છે. આ સ્ટોરી દુનિયાના સૌથી વૃદ્ધ શાર્પ શૂટર ચંદ્રો તોમાર અને પ્રકાશી તોમારની છે.

X
Anurag Kashyap slams Pritish Nandy, changes title of film womaniya to Saand Ki Aankh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી