એનાલિસીસ / શાહરુખ-સલમાનની દખલગીરી અને આમિરની સલાહ ન મળવાથી ફ્લોપ થઈ ખાન-ત્રિપુટીની ફિલ્મો

analysis of three khan flop films of 2018
analysis of three khan flop films of 2018
X
analysis of three khan flop films of 2018
analysis of three khan flop films of 2018

DivyaBhaskar.com

Feb 09, 2019, 02:20 PM IST
બોલિવૂડ ડેસ્કઃ ગયા વર્ષે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ત્રણ સૌથી મોટા સુપરસ્ટાર્સ એવા શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર સદંતર પીટાઈ ગઈ હતી. આ ગંજાવર નિષ્ફળતાઓને સૌ પોતપોતાની રીતે એનેલાઈઝ કરતા રહ્યા. DivyaBhaskar.comએ આ ફિલ્મોની પોસ્ટ પ્રોડક્શન ટીમોના સભ્યો, મેકિંગ ટીમ, ટ્રેડ એનાલિસ્ટોની સાથે વાત કરીને તેની નિષ્ફળતાનાં કારણો કાઢ્યાં છે. તેમાં બહાર આવ્યું કે ત્રણેય ફિલ્મોની નિષ્ફળતામાં એ ત્રણે ત્રણ ખાન સ્ટાર્સ પણ જવાબદાર છે. જેમ કે, ‘રેસ 3’ અને ‘ઝીરો’ અનુક્રમે સલમાન ખાન અને શાહરુખ ખાનની વધુ પડતી દખલગીરીને કારણે ફ્લોપ ગઈ, તો ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ને આમિર ખાનનાં કોઈપણ જાતનાં ક્રિએટિવ કોન્ટ્રિબ્યુશનનો લાભ ન મળ્યો એટલે ધબાય નમઃ થઈ ગઈ.
1. રેસ-3: ભાઈની ભાઈગીરી
સલમાન ખાને ડિરેક્ટર રેમો ડિસોઝાને ચોખ્ખું કહી દીધેલું કે એના ફેન્સને જેવી ફિલ્મ જોવી ગમે છે એવી જ ફિલ્મ હોવી જોઈએ. રેમોએ સલમાનની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું અને ફિલ્મ ફ્લોપ ગઈ.
સેટ પર સલમાન ખાન જ મોનિટર પર બેસતો હતો. રેમોને કોઈ જાતની ક્રિએટિવ સ્વતંત્રતા હતી નહીં.
સલમાને પોતાને લાર્જર ધેન લાઈફ બતાવવાની સૂચના આપી રાખી હતી.
ખુદ રેમોએ પણ સલમાન ખાનની દખલગીરીની પુષ્ટિ કરી હતી. એણે કહેલું, ‘મેં સલમાને જે આદેશો આપ્યા હતા તે પ્રમાણે જ ફિલ્મ બનાવી હતી. કેટલાય નિર્ણયો એ જાતે જ લેતો. પણ પછી ફિલ્મ ફ્લોપ ગઈ તો દોષનો ટોપલો મારી માથે ઢોળી દેવાયો.’
5. ઝીરોઃ ક્રિએટિવ ચેન્જે ફિલ્મ ડુબાડી
‘ઝીરો’ની મૂળ વાર્તા પ્રમાણે શાહરુખ અને અનુષ્કા શર્મા બંને ડ્વાર્ફ એટલે કે ઠિંગુજીના રોલમાં હતાં. બવ્વા સિંઘ નાસા કે અંતરિક્ષમાં જાય તેવો કોઈ સબપ્લોટ હતો જ નહીં. પરંતુ સ્ક્રિપ્ટ, સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સનાં સિટિંગ્સમાં શાહરુખે અનુષ્કાનું પાત્ર સેરેબ્રલ પાલ્સીથી પીડાતું હોય અને સાયન્ટિસ્ટ હોય તેવો ચેન્જ કરાવ્યો. પ્રેમને ખાતર ચંદ્ર પણ તોડી લાવે તેવા ફેન્ટેસી ટાઈપના એન્ગલને વચ્ચે લાવવા માટે નાસા અને સ્પેસ ટ્રાવેલની વાત ઘુસાડવામાં આવી. ટીમે એમની વાત માની, પરંતુ દર્શકોને એ કશું પસંદ પડ્યું નહીં. દિવ્ય ભાસ્કરની ટીમે આ વાતની પુષ્ટિ કરવા માટે પોસ્ટ પ્રોડક્શન તથા રાઈટિંગ ટીમના સભ્યો અને મેકિંગ પ્રોસેસ સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી. બધાએ શાહરુખની દખલગીરીની વાત સ્વીકારી.
ઠગ્સ ઓફ હિન્દોસ્તાનઃ આમિર અળગો રહ્યો
આમિર ખાનની આ ફિલ્મ સાથે તદ્દન ઊંધું થયું. શાહરુખ અને સલમાનની ફિલ્મોમાં તે સ્ટાર્સની વધુ પડતી દખલગીરીથી નુકસાન થયું, તો ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં આમિરે કોઈ જ સૂચનો ન આપ્યાં તેનું નુકસાન થયું. આમિરે ઠગ્સની ક્રિએટિવ ટીમને કોઈ જ એડવાઈસ આપી નહીં. પરિણામ બોક્સઓફિસ પર જોવા મળ્યું.
વધુ પડતી સ્પેશિયલ ઈફેક્ટ્સ અને જહાજ બનાવવાનો નિર્ણય યશરાજ ફિલ્મ્સનો હતો.
આમિર ખાનની અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મમાં કોઈ જ સોશિયલ મેસેજ નહોતો. સ્પષ્ટ છે કે ફિલ્મમાં આમિરની કોઈ જ એડવાઈસ દેખાતી નહોતી.
આમિરનું કહેવું છે કે ડિરેક્ટર પર ભરોસો કરવામાં મને સમય લાગે છે, પણ એકવાર એમના પર વિશ્વાસ બેસી જાય પછી હું એમના પર પૂરેપૂરો વિશ્વાસ મૂકું છું અને એમના કામમાં દખલગીરી નથી કરતો. હા, નવા ડિરેક્ટર હોય તો હું કોઈ એક સિચ્યુએશન પર પાઈલોટ શૂટ કરી લાવવાનું કહું છું. જો એમાં હું કન્વિન્સ થયો તો પછી દખલગીરી નથી કરતો.
10. આંકડાએ પણ પુષ્ટિ કરી
આ ત્રણેય સ્ટાર્સની ફિલ્મમાં દખલગીરીના લેવલની સીધી અસર તેમનાં બોક્સ ઓફિસ પર્ફોર્મન્સ પર પડી છે. નીચે આપેલાં બોક્સ તેની સાબિતી આપે છે.

સલમાન ખાન

ફિલ્મ સ્ટારનો એટિટ્યુડ રિઝલ્ટ

બજરંગી ભાઈજાન

કબીર ખાનને ફ્રીડમ અપાયું સુપરહિટ
ટ્યુબલાઈટ સલમાને ચેન્જીસ કરાવ્યા ફ્લોપ
જય હો સલમાનની દખલગીરી નુકસાનમાં

 

શાહરુખ ખાન

ફિલ્મ સ્ટારનો એટિટ્યુડ રિઝલ્ટ
હેરી મેટ સેજલ રાઈટિંગમાં ફેરફાર કરાવ્યા સદંતર ફ્લોપ
ફેન દખલગીરી સરેરાશ
રા.વન મેકિંગમાં શાહરુખ ઈન્વોલ્વ ફ્લોપ

 

આમિર ખાન

ફિલ્મ સ્ટારનો એટિટ્યુડ રિઝલ્ટ
તારે ઝમીં પર આમિરના આઈડિયા પ્રમાણે બની સુપરહિટ
મંગલ પાંડે ડિરેક્ટર પર છોડી દીધી ફ્લોપ
દંગલ ક્રિએટિવ એડવાઈસ આપી બ્લોકબસ્ટર

 

મોટાભાગના ટ્રેડ એનાલિસ્ટોએ પણ સ્વીકાર્યું કે ‘ઝીરો’ અને ‘રેસ-3’માં સુપરસ્ટાર્સની દખલગીરી હતી.
અમારા એનાલિસીસમાં અમે જે લોકો સાથે વાત કરી, તેમાંથી મોટા ભાગના લોકોએ સ્ટાર્સની દખલગીરીની વાત સ્વીકારી, પણ એમના કોપથી બચવા માટે પોતાની ઓળખ જાહેર કરવાનો ઈન્કાર કર્યો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી