Home » Bollywood » News » Bollywood Buzz » vardhan puri worked as a assistant direcor in yashraj banner 3 films

ક્યારેક ક્રૂને ચા પીવડાવતો અને સ્ટેજ સાફ કરવાનું કામ કરતો હતો અમરિષ પુરીનો પૌત્ર, હવે ફિલ્મ્સમાં મળશે જોવા

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 11:24 AM

બોલિવૂડમાં 'મોગેમ્બો'ના નામથી લોકપ્રિય અમરિષ પુરીનો પૌત્ર વર્ધન પુરી બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યો છે

  • vardhan puri worked as a assistant direcor in yashraj banner 3 films

    મુંબઈઃ બોલિવૂડમાં 'મોગેમ્બો'ના નામથી લોકપ્રિય અમરિષ પુરીનો પૌત્ર વર્ધન પુરી બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યો છે. વર્ધન પોતાના દાદાના વારસાને આગળ વધરાવા માંગે છે. વર્ધન ફિલ્મ પ્રોડ્યુસર જયંતીલાલ ગડાની ફિલ્મથી ડેબ્યૂ કરશે. જોકે, આ ફિલ્મનું નામ હજી નક્કી કરવામાં આવ્યું નથી. વર્ધન એક સમયે ક્રૂ મેમ્બર્સને ચા પીવડાવતો અને સ્ટેજ સાફ કરવાનું કામ કરતો હતો. વર્ધને યશરાજ બેનરની ત્રણ ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.


    સપ્ટેમ્બરમાં શરૂ થશે ફિલ્મનું શૂટિંગઃ
    સપ્ટેમ્બરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. વર્ધને અત્યારે જ ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી છે. વર્ધને યશરાજ બેનરની ફિલ્મ 'ઈશકઝાદે', 'શુદ્ધ દેસી રોમાન્સ' તથા 'દાવત-એ-ઈશ્ક'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. એક ઈન્ટરવ્યૂમાં વર્ધને કહ્યું હતું, ''હું પીરિયડ ડ્રામા ફિલ્મથી ડેબ્યૂ કરવા માંગતો હતો. જોકે, કેટલાંક કારણોસર વાત શક્ય ના બની, જ્યારે જયંતીલાલ ગડાએ મને આ ફિલ્મની ઓફર કરી તો મને આ ફિલ્મની વાર્તા ઘણી જ પસંદ આવી.''


    દાદાના ગુરૂ પાસેથી લે છે ટ્રેનિંગઃ
    વર્ધન પોતાના સ્વ. દાદા અમરિષ પુરીના ગુરૂ તથા નેશનલ એવોર્ડ વિનર એક્ટર સત્યદેવ દૂબે પાસેથી ટ્રેનિંગ લે છે. વર્ધને કહ્યું હતું, ''મને લખવાનો તથા ડિરેક્શનનો ઘણો જ શોખ છે. દુબેજીએ મને બેકસ્ટેજમાં પણ કામ આપ્યું હતું. હું કાસ્ટ તથા ક્રૂને ચા પીવડાવતો હતો અને સ્ટેજ સાફ કરતો હતો. બીજાને એક્ટિંગ કરતા જોઈને મને પણ એક્ટિંગ કરવાનો શોખ થયો થયો હતો. દાદુની ઈચ્છા પણ એવી જ હતી કે હું ફિલ્મ્સમાં કામ કરું. એમની ઈચ્છા પૂરી કરવા માટે જ હું ફિલ્મમાં ડેબ્યૂ કરી રહ્યો છું.''


    દાદાને માને છે પહેલાં ગુરૂઃ
    વર્ધને કહ્યું હતું, ''મારા માટે દાદુ ભગવાનની જેમ છે. જેમની હું પૂજા કરું છું. હું દાદુની ઘણી જ નિકટ હતો. હું દાદા-દાદીની વચ્ચે સૂઈ જતો હતો. મારા માટે તેમનું જવું એક આઘાત સમાન હતું. જોકે, પછી મેં વિચાર્યું કે હું તેમના માટે કંઈક કરું અને આ ફિલ્મ તેમના માટે જ છે.'' નોંધનીય છે કે વર્ધન ચાર્લી ચેમ્પિલ, કિશોર કુમાર તથા અમિરષ પુરીનો ફૅન છે.

    નવાઝથી લઈને અમરિશ પૂરી સુધીઃ બોલિવૂડના આ વિલનની આંખો અથવા તો અવાજ સાંભળીને ડરે છે ચાહકો

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending