તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષ્ણા રાજ કપૂરના નિધનથી અમિતાભ બચ્ચન ભાવુક, કપૂર પરિવારના મોભીને લઈ કહી ખાસ વાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ હિંદી સિનેમાના શોમેન રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજકપૂરનું પહેલી ઓક્ટોબરના રોજ 87 વર્ષની ઉંમરમાં કાર્ડિયેક એરેસ્ટને કારણે નિધન થયું હતું. તેમના નિધનના સમાચારથી માત્ર કપૂર પરિવાર જ નહીં બોલિવૂડમાં પણ ઘેરો આઘાત લાગ્યો હતો. અમિતાભ બચ્ચનથી લઈ સંજય દત્ત સુધીના અનેક સેલેબ્સ તેમના અંતિમ દર્શને આવ્યા હતાં. કૃષ્ણા રાજ કપૂરના નિધનથી દુઃખી અમિતાભ બચ્ચને બ્લોગમાં પોતાની ભાવના વ્યક્ત કરી હતી.


અમિતાભ બચ્ચનને બ્લોગમાં કહી આ વાતઃ
''કૃષ્ના રાજ કપૂર પરિવારની સૌથી વડીલ વ્યક્તિ હતી. તેમણે પોતાની સાહજિકતા તથા રીતભાતથી પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેઓ બધા ઘણાં જ દયાળું તથા બધાની બહુ જ કાળજી લેતા અને પ્રેમ કરતાં હતાં. તેમણે પરિવારને એક તાંતણે બાંધીને રાખ્યાં હતાં. તેઓ હંમેશા લગ્ન ઉત્સુક યુવતીને એક જ વાત કહેતા હતાં, જ્યારે પતિના ઘરે વહુ બનીને જાય ત્યારે એક વાત વિચારી લેજે.. કે તું કાતર લઈને જઈશ કે પછી સીવવાના સાધનો...!! નવા પરિવારમાં સંબંધો કાપવાના નિશાન તરીકે કાતર છે, જ્યારે પરિવારને એક તાંતણે બાંધી રાખવા માટે સોય-દોરાની જરૂર પડે છે.''


અંતિમ સંસ્કારમાં સર્વધર્મની પ્રાર્થના કરાવવાનો કર્યો હતો આગ્રહઃ
અમિતાભે આગળ લખ્યું હતું, ''કૃષ્ણા રાજ કપૂર જ્યારે જીવતા ત્યારે તેમનો આગ્રહ હતો કે તેમના અંતિમ સંસ્કાર સમયે શીખ ગુરૂબાણી, હિંદુ પંડિતના શ્લોક તથા બાઈબલમાંથી ફાધરે કેટલીક વાતો અને કુરાનની કેટલીક આયાતો વાંચવામાં આવે....''


1946માં કર્યાં હતાં લગ્નઃ
રાજ કપૂરે કૃષ્ણા મલ્હોત્રા સાથે મે, 1946માં લગ્ન કર્યાં હતાં. તેમને પાંચ સંતાનો રણધિર, રિષી, રાજીવ, રિતુ તથા રિમા જૈન છે.

 

માતાના નિધનથી ભાંગી પડ્યો હતો દીકરો રણધિર કપૂર, દીકરી કરિનાએ સતત આપ્યો સધિયારો