Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » Amitabh Bachchan Graces The Launch Of The Film Thackeray

અમિતાભે કહ્યું - 'બાલા સાહેબને કારણે બચ્યો હતો મારો જીવ'

Divyabhaskar.com | Updated - Dec 23, 2017, 12:22 PM

થોડા સમય પહેલા શિવસેનાના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેની બાયોપિક 'ઠાકરે'નું લોન્ચિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ.

  • Amitabh Bachchan Graces The Launch Of The Film Thackeray
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    ફિલ્મ 'ઠાકરે'ના લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચ્યા બીગ બી

    મુંબઈ : થોડા સમય પહેલા શિવસેનાના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેની બાયોપિક 'ઠાકરે'નું લોન્ચિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઈવેન્ટમાં અમિતાભ બચ્ચનને આમંત્રણ આપવામાં આવ્યું હતુ. ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે અમિતાભ બચ્ચન સાથે સ્ટેજ શૅર કર્યુ હતુ. આ પ્રસંગે પર અમિતાભે બાલા સાહેબના સાથે પોતાના સંબંધ વિશે ખુલ્લીને વાત કરી હતી. તે ઉપરાંત અનેક કિસ્સા પણ શૅર કર્યા હતા. પ્રસ્તુત છે વાતચીતના કેટલાક અંશ...

    ખૂબ જ ખાસ રહ્યો છે બાલા સાહેબ સાથે સંબંધ

    અમિતાભે કહ્યું 'મારા માટે આ અવસર ખૂબ જ ખાસ છે, બાલા સાહેબ ઠાકરે સાથે મારો ખૂબ જ ધનિષ્ઠ અે પારિવારિક સંબંધ રહ્યાં છે. તેમનો કોઈપણ કાર્યક્રમ હોય તો તે મને બોલાવતા હતા અને હું જતો હતો. આજે તો મારે અહીં આવવાનું જ હતુ, કારણ કે આ કાર્યક્રમ પણ બાલા સાહેબનો છે. સંજય રાઉતની કલમ તલવારની જેમ ચાલે છે માટે હું તેમનાથી ડરુ છુ. સંજયજીને મારી રિકવેસ્ટ છે કે આ ફિલ્મને માત્ર ત્રણ કલાકમાં નહીં બનાવે, બાલા સાહેબના પૂરા વ્યકિતત્વને માત્ર ત્રણ કલાકમાં નહી બતાવી શકાય, માટે મારી રિક્વેસ્ટ છે કે આ ફિલ્મને વધુ સમય આપવામાં આવે.બાલા સાહેબ સાથે મારા પારિવારિક સંબંધ રહ્યાં, કેમ કે, તેમને મળવા જતો ત્યારે લાગતું કે જાણે હું તેમની ફેમિલીનો એક ભાગ છુ. આ પ્રેમ તેમની ઉદારતા અને તેમના મહાનતા દર્શાવે છે.'

    લગ્ન પછી બોલાવ્યો હતો ઘરે

    અમિતાભે જણાવ્યું કે 'લગભગ ચાલીસ વર્ષ પહેલા જ્યારે તેમની સાથે મારી પહેલી મુલાકાત થઈ ત્યારે મારા લગ્ન થયા હતા, તો તેમણે મને ફોન કરીને કહ્યું કે- તારા લગ્ન થઈ ગયા છે. હું તારી પત્નીને મળવા માંગુ છુ, તુ ઘરે આવે. હું તેમના ઘર માતોશ્રી ગયો. ઘરમાં આઈએ જેવી રીતે જયાનું સ્વાગત કર્યુ કે જાણે તેમના ઘરની વહુનું સન્માન કરી રહ્યાં હોય. તે દિવસે મેં નક્કી કરી લીધું કે બાલા સાહેબ મારા માટે પિતા સમાન છે અને તેમની સાથે મારો સંબંધ હમેશા રહશે.'

    જ્યારે બાલા સાહેબે પહોંચાડ્યો હતો હોસ્પિટલ

    આગળ વાત કરતા અમિતાભે કહ્યું 'વાતો ઘણી છે પરંતુ કેટલાક કિસ્સા એવા છે કે જે કોઈને પણ ખબર નહીં હોય. 1982માં જ્યારે ફિલ્મ 'કુલી'ના શૂટિંગ દરમિયાન મને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે થોડા દિવસ માટે હું બેંગ્લોરમાં બેભાન રહ્યો હતો. પરંતુ જ્યારે તે નક્કી થયું કે બેભાન અવસ્થામાં મને મુંબઈ શિફ્ટ કરવામાં આવશે, તો એક પ્લેન મારી માટે તૈયાર કરવામાં આવ્યું. તે દિવસે મુંબઈમાં ખૂબ વરસાદ પડી રહ્યો હતો. મને એરપોર્ટથી સીધા જ બ્રીજ કેન્ડી હોસ્પિટલ લઈ જવાનો હતો, અને વરસાદના કારણે એક પણ એમ્બ્યૂલન્સ નહોતી આવી રહી. તે સમયે બાલા સાહેબની શિવેસનાની એમ્બૂલન્સ દ્વારા મને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. જો તે સમયે એમ્બ્યૂલન્સ સમયસર નહીં આવી હોતી તો મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ હોત.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો અમિતાભે શૅર કર્યા કેટલાક બીજા કિસ્સા....

  • Amitabh Bachchan Graces The Launch Of The Film Thackeray
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ બચ્ચન

    દરેક મુશ્કેલીમાં આપ્યો સાથ

     

    અમિતાભે જણાવ્યું કે 'એવી અનેક ઘટનાઓ છે જ્યારે મારી પર અનેક આરોપ લાગ્યા હતા, ત્યારે બાલા સાહેબ મને ફોન કરીને પુછ્યું હતુ કે હું આ બધુ શું સાંભળી રહ્યો છુ, શું તે સાચું છે, ઘરે આવ હું વાત કરવા માંગુ છુ. તેમણે મને મારી ફેમિલી સાથે ઘરે બોલાવ્યો અને પુછ્યું- હવે કહે કે શું સાચું છે- આ આરોપમાં કઈંજ સાચું નથી, ત્યારે બાલા સાહેબ કહ્યું કે તો જરાય ટેન્શન લેવાની જરૂર નથી. હાલ બહાર તોફાન ચાલી રહ્યું છે, જ્યારે તોફાન રોકાઈ જાય તો ત્યારે વાત કરવા માટે બહાર જજે. હું તારી સાથે ઉભો રહીશ. જ્યારે કોઈ મારી સાથે નહોતું ત્યારે બાલા સાહેબે મને હિંમત આપી હતી'

  • Amitabh Bachchan Graces The Launch Of The Film Thackeray
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ બચ્ચન

    છેલ્લા સમયેમાં બાલા સાહેબના રૂમમાં માત્ર અમિતાભ જ ગયા હતા...

     

    બાલા સાહેબ જ્યારે પોતાનો છેલ્લો સ્વાસ લઈ રહ્યાં હતા, ત્યારે રૂમમાં જવા માટે મને ઉદ્ધવજીએ કહ્યું હતુ. તે રૂમમાં બાલા સાહેબ ઉપર તેમના સહયોગી, આદિત્ય અને હું હતો. એક વ્યકિત જેને આપણે મજબુત જોય છે તે આજે મરણ પથારી પર સુતા છે. તે ખૂબ જ દુ:ખદ ક્ષણ હતી, જેને હું ક્યારેય નહીં ભૂલી શકુ. હું ક્યારેય પણ નહોતો ઈચ્છતો કે બાલા સાહેબને આ અવસ્થામાં જોયું.

  • Amitabh Bachchan Graces The Launch Of The Film Thackeray
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ બચ્ચન અને બાલા સાહેબ ઠાકરે
  • Amitabh Bachchan Graces The Launch Of The Film Thackeray
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ બચ્ચન અને બાલા સાહેબ ઠાકરે
  • Amitabh Bachchan Graces The Launch Of The Film Thackeray
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    એક ઈવેન્ટમાં સચિન તેંડુલકર, લતા મંગેશકર, અમિતાભ બચ્ચન અને બાલા સાહેબ ઠાકરે
  • Amitabh Bachchan Graces The Launch Of The Film Thackeray
    ઉદ્ધવ ઠાકરે, અમિતાભ બચ્ચન અને બાલા સાહેબ ઠાકરે
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending