અમિતાભ બચ્ચનને મહારાષ્ટ્રના 360 ખેડૂતોની ચૂકવી લોન, શહીદ સૈનિકના પરિવારને પણ કરી મદદ

amitabh bachchan suppored maharashtra farmer and army martyrs families

divyabhaskar.com

Sep 09, 2018, 05:13 PM IST

મુંબઈઃ બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચને હાલમાં જ મુંબઈમાં યોજાયેલ એક ઈવેન્ટમાં પત્નીના હસ્તે 44 શહીદ સૈનિકના પરિવારને 2.20 કરોડ રૂપિયા તથા 360 ખેડૂતોની 2.03 કરોડ લોન ચૂકવી હતી એટલે કે અમિતાભે કુલ 4.23 કરોડ રૂપિયાની મદદ કરી હતી. અમિતાભે આ ઈવેન્ટની તસવીરો પોતાના બ્લોગમાં શૅર કરી હતી.


સરકાર તરફથી 44 પરિવારની મળી યાદીઃ
અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેમને 26 ઓગસ્ટના રોજ સરકાર તરફથી 44 શહીદ સૈનિક પરિવારોની યાદી મળી હતી. તેમણે 112 ડ્રાફ્ટ બનાવ્યા અને જેની કિંમત 2.20 કરોડ રૂપિયા થાય છે. તેમણે 60 ટકા પત્ની, 20 ટકા પિતા તથા 20 ટકા માતાને મળે એ રીતે ડ્રાફ્ટ વહેંચ્યા હતાં.


ખેડૂત આત્મહત્યાથી દુઃખીઃ
અમિતાભે કહ્યું હતું કે તે જ્યારે પણ ખેડૂત આત્મહત્યાના સમાચાર વાંચે છે, ત્યારે ઘણાં જ દુઃખી થઈ જાય છે. વર્ષો પહેલાં જ્યારે તેઓ વિશાખાપટ્ટનમ(વિઝગ)માં શૂટિંગ કરતાં હતાં ત્યારે તેમણે ન્યૂઝ વાંચ્યા હતાં કે માત્ર 15, 20 કે 30 હજાર જેવી રકમની લોન ભરી ના શકવાને કારણે ખેડૂતો આત્મહત્યા કરતા હતાં. તેઓ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે તેમણે 40-50 ખેડૂત પરિવારની લોન ભરપાઈ કરી દીધી હતી.


200 ખેડૂતો પરિવારને કરી મદદઃ
વધુમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેઓ 360 ખેડૂત પરિવારને 2.03 કરોડ રૂપિયા આપ્યા હતાં. તેઓ જાતે બેંકમાં ગયા હતાં અને ખેડૂતોની લોનની યાદી લઈને આવ્યા હતાં અને 360 ખેડૂત પરિવારની લોન ચૂકતે કરી હતી.

અંબાણી-અમિતાભ બાદ હવે સની લિયોને કરી કેરળના પૂરગ્રસ્તોની મદદ, પતિએ પણ આપ્યો સાથ

X
amitabh bachchan suppored maharashtra farmer and army martyrs families
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી